Gold Customs Duty Limit 2026:ભારતીય લોકોમાં દુબઈમાંથી સોના અને જ્વેલરીની ખરીદીને લઈ એક વિશેષ આકર્ષણ રહેતુ હોય છે. ખાસ કરીને દુબઈમાં સોનાની કિંમત ઓછી હોવાને લીધે ત્યા ફરવા જવા સાથે સોનાની જ્વેલરી ખરીદી કરવાનું વલણ અપનાવવામાં આવે છે. અલબત અહીં ખાસ વાત એ છે કે દુબઈથી ખરીદવામાં આવેલ સોનું ભારતના દ્રષ્ટિકોણથી કેટલું સસ્તુ પડતું હોય છે અને તેના પર કેટલો ટેક્સ લાદવામાં આવતો હોય છે.
ભારતમાં દુબઈના સોના પર કેટલી ડ્યુટી
દુબઈ ફરવા ગયેલ કોઈ પણ વ્યક્તિએ ઓછામાં ઓછી 15 ટકા જેટલી ડ્યુટી સોના પર આપવી પડે છે. જેને કસ્ટમ ડ્યુટી તરીકે ઓળખવામાં આવે છે. આ સંજોગોમાં દુબઈ ગયા હોય અને સોનું કે જ્વેલરી ખરીદવાની યોજના ધરાવતા હોય તો તેના પર લાગતી કસ્ટમ ડ્યુટીને પણ ધ્યાનમાં લેવાની જરૂર પડે છે.
વિદેશમાં રહેલા લોકો માટે કેવા છે નિયમો
એક વર્ષથી ઓછા સમય માટે વિદેશમાં રહેતા લોકો માટે પણ અલગથી નિયમો રહેલા છે અને આ માટે તેઓ ડ્યુટી ફ્રી-ગોલ્ડ જ્વેલરીને લગતી કોઈ જ લિમિટ મળતી નથી. જોકે ઓછામાં ઓછા છ મહિના માટે કોઈ વિદેશમાં વસવાટ કરતાં હોય તેવા યાત્રી 1 કિલોગ્રામ સોનું ભારતમાં લાવી શકે છે. તેમાં સોનાના દાગીના, ગોલ્ડ બારનો સમાવેશ થાય છે અને તેના પર કસ્ટમ ડ્યુટી ચુકવવી ફરજિયાત છે.
કોને કસ્ટમ ડ્યુટીમાં મળે છે છૂટ
ભારતના Baggare Rules 2026 પ્રમાણે કેટલાક યાત્રીઓને સોનાની ચોક્કસ મર્યાદામાં કસ્ટમ ડ્યુટીથી મુક્ત ખરીદી કરવાની છૂટ રહેલી છે. જોકે આ માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે. આ માટે વિદેશમાં એક વર્ષથી વધારે સમય પસાર કરવો જરૂરી છે. આ મર્યાદામાં મહિલા યાત્રી 40 ગ્રામ સુધી ગોલ્ડ જ્વેલરી અને અન્ય યાત્રીઓ 20 ગ્રામ સુધી સોનાના દાગીનાને લાગી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી દેશમાં અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે.
