Gold Prices Crash:સોનાની કિંમતો(Gold Prices) તેની ઐતિહાસિક સપાટીને સ્પર્શ કર્યો ત્યાથી આશરે 26 ટકા એટલે કે રૂપિયા 50000 તૂટી ગયું છે. જોકે સોનામાં ઘટાડાનું આ વલણ હજુ પણ યથાવત છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈરાન વચ્ચે જે તણાવની સ્થિતિ વધી રહી છે તેને લીધે ઓઈલની કિંમતોમાં ઘણો વધારો થઈ ગયો છે. તેને લીધે મોંઘવારી પણ સતત વધી રહી છે.
આ કારણોને લીધે અમેરિકાની મધ્યસ્થ બેંક તેની મોનેટરી પોલિસીમાં કડક વલણ અપનાવી શકે છે. એટલે કે વ્યાજ દર વધારી શકે છે. તેને લીધે સોનાની કિંમત પર અસર થઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે સોનામાં ઘટાડાનો આ દોર ક્યાં સુધી રહેશે. શું દિવાળી અગાઉ અને તહેવારોની સિઝનમાં પણ ઘટાડાની સ્થિતિ જોવા મળી શકે છે?
આ પ્રશ્નનો જવાબ કોમોડિટી માર્કેટના નિષ્ણાતો પાસે છે. વિશ્લેષકોનું કહેવું છે કે વર્તમાન ઘટાડાથી સોનાની વ્યાપક તેજીનો અંત આવ્યો નથી. કારણ કે ભૂરાજકિય અનિશ્ચિતતા અને મધ્યસ્થ બેન્કો તરફથી થઈ રહેલી ખરીદી સોનાની કિંમતોને ટેકો આપશે અને તેમાં વધુ ઘટાડાની શક્યતા ઓછી છે. જોકે માર્કેટ એક્સપર્ટ અનુજ ગુપ્તાના મતે નજીકના ગાળામાં સોનાની કિંમતોમાં ઉછાળો આવવાની શક્યતા ઓછી છે.
સોનું ક્યાંથી ટેકો આપશે?
કોમોડિટી બજારના નિષ્ણાત અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે સોનાના ભાવમાં ઘટાડો ચાલુ રહી શકે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ ઔંસ3,800 ડોલર સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં ભારતીય બજારમાં રૂપિયા 130,000 નું સ્તર સોનાની ખરીદી માટે સારો ટેકો રહેશે.
તેમણે કહ્યું કે ડોલરની મજબૂતાઈ, રશિયા દ્વારા સોનાનું વેચાણ અને નબળી માંગ સોના માટે નકારાત્મક ટ્રિગર્સ છે. વધુમાં આગામી FOMC મીટિંગમાં યુએસ ફેડની ટિપ્પણી પણ સોના અને બેઝ મેટલ્સની હિલચાલ નક્કી કરશે. હાલમાં ભારતમાં સોનાનો હાજર ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા 141,630 છે.
વર્તમાન ઘટાડાનો અર્થ એ નથી કે વ્યાપક તેજીનો ટ્રેન્ડ સમાપ્ત થઈ ગયો છે કારણ કે ભૂ-રાજકીય અનિશ્ચિતતા અને કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી બજારને ટેકો આપવાનું ચાલુ રાખે તેવી શક્યતા છે.
