Gold-Silver Rate Today: વીતેલા સપ્તાહમાં સોના-ચાંદીની કિંમતોમાં ભારે તેજી જોવા મળી હતી. સોનું જ્યાં રૂપિયા 2000થી વધારે મોંઘુ થયું હતું ત્યારે ચાંદીની કિંમત પણ વધીને પ્રતિ કીલો રૂપિયા 2.33 લાખ પાર થઈ છે.
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJAની માહિતી પ્રમાણે 24 કેરેટ સોનાના ભાવ વીતેલા સપ્તાહ દરમિયાન રૂપિયા 2,742 વધી રૂપિયા 1,52,363 થયા છે. તે અગાઉ 24 કેરેટ સોનું રૂપિયા 1,49,621 પ્રતિ 10 ગ્રામ હતું.
આ રીતે 22 કેરેટ સોનાનો ભાવ વધીને રૂપિયા 1,39,565 પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે. અગાઉ તે રૂપિયા 1,37,053 પ્રતિ 10 ગ્રામ હતા. 18 કેરેટ સોનાનું પણ વીતેલા સપ્તાહ દરમિયાન મોંઘુ થયું છે. તેના ભાવ રૂપિયા 1,14,272 પ્રતિ 10 ગ્રામ થયા છે,જ્યારે અગાઉ તેનો ભાવ રૂપિયા 1,12,216 પ્રતિ 10 ગ્રામ હતા.
વીતેલા સપ્તાહ દરમિયાન સૌથી ઓછા ભાવ 10 ઓગસ્ટના રોજ સાંજે રહ્યા હતા. 10 ગ્રામ સોનાના ભાવ રૂપિયા 1,50,641 રહ્યા છે. જ્યારે સૌથી વધારે ભાવ 12 ઓગસ્ટના રોજ સાંજે રૂપિયા 1,53,419 પ્રતિ 10 ગ્રામ રહ્યા હતા.
ચાંદીના ભાવ રૂપિયા 2.33 લાખ પાર થયા
સોનાની સાથે સાથે સાથે ચાંદીની કિંમત પણ તેજી રહી છે. વીતેલા સપ્તાહ દરમિયાન ચાંદી રૂપિયા 2,469 મોંઘુ થઈ રૂપિયા 2,33,842 પ્રતિ કીલો થઈ ગઈ છે. આ અગાઉ કિંમત રૂપિયા 2,31,373 પ્રતિ કીલો હતો. ચાંદી આ સપ્તાહ સૌથી ઊંચા ભાવ 12 ઓગસ્ટના રોજ સાંજે રૂપિયા 2,37,214 પ્રતિ કીલો હતો. જ્યારે સૌથી ઓછો ભાવ 10 ઓગસ્ટના સાંજે રૂપિયા 2,31,373 પ્રતિ કીલો રહ્યો હતો.
