Gold Silver Price: આ સપ્તાહમાં અમદાવાદ સોનું રૂપિયા 1000 અને ચાંદી રૂપિયા 2000 વધ્યાં,આજના રેટ જાણો

અમદાવાદ ખાતે ગત 12 સપ્ટેમ્બર 2026ના રોજ સોના અને ચાંદીના ભાવ અનુક્રમે રૂપિયા 1,57,000 અને રૂપિયા 2,33,000 હતા. આજે 19 સપ્ટેમ્બર 2026ના રોજ અનુક્રમે રૂપિયા 1,58,000 અને રૂપિયા 2,35,000 રહ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 19 Sep 2026 06:22 PM (IST)Updated: Sat, 19 Sep 2026 06:22 PM (IST)
gold-and-silver-prices-stable-at-ahmedabad-on-19-september-2026-know-todays-rates

Gold Silver Price Today Ahmedabad(September 19,2026)|આજનો સોનાનો ભાવ: સ્થાનિક જ્વેલરી માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં એકંદરે સ્થિર વલણ જોવા મળ્યુ છે. વૈશ્વિક સ્તરેથી મળેલા સંકેત વચ્ચે સોનામાં મોટી મંદીની શક્યતા વ્યક્ત કરવામાં આવેલી પણ અનેક પ્રતિકૂળ સ્થિતિમાં પણ સોનાએ પોતાની મજબૂત સ્થિતિને જાળવી રાખી છે.

બુલિયન એસોસિએશનની માહિતી પ્રમાણે આજે અમદાવાદ ખાતે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂ રૂપિયા 1,58,000 રહ્યાં છે.જ્યારે ચાંદીના ભાવ રૂપિયા 2,35,000 રહ્યા છે.

સાપ્તાહિક ધોરણે સોના-ચાંદીમાં વધઘટ

અમદાવાદ ખાતે ગત 12 સપ્ટેમ્બર 2026ના રોજ સોના અને ચાંદીના ભાવ અનુક્રમે રૂપિયા 1,57,000 અને રૂપિયા 2,33,000 હતા. આજે 19 સપ્ટેમ્બર 2026ના રોજ અનુક્રમે રૂપિયા 1,58,000 અને રૂપિયા 2,35,000 રહ્યા છે. આમ સાપ્તાહિક ધોરણે સોનું રૂપિયા 1000 અને ચાંદી રૂપિયા 2000 વધ્યા છે.

અમદાવાદ ખાતે 19 સપ્ટેમ્બર 2026ના રોજ 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું(99.9) રૂપિયા 1,56,500 રહ્યાં છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોના(99.50)નો ભાવ રૂપિયા 1,55,700 થયો છે. જ્યારે અમદાવાદ ખાતે ચાંદી કિલોનો ભાવ રૂપિયા 232000 રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ઔંસ દીઠ સોનાના ભાવ 17.51 વધી 4377.91 ડોલર કવોટ થયા છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.66 ડોલર એટલે કે 1 ટકા વધી 66.25 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.

MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોનાના ભાવ રૂપિયા 1282 વધી રૂપિયા 154,263 પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળ્યાં છે. જ્યારે MCX ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 397 વધીને રૂપિયા 2,42,000 રહ્યા હતા.