Gold Rate Today:સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી ઉછાળો, અમદાવાદ ગોલ્ડ રૂપિયા એક હજાર વધ્યું, આજના લેટેસ્ટ ભાવ જાણો

COMEX ખાતે સોનાનો ઔંસદીઠ વાયદો 32.62 ડોલર એટલે કે 0.79 ટકા વધી 4,181.31 ડોલર રહ્યો છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ વાયદો 0.90 ડોલર એટલે કે 1.58 ટકા વધી 57.90 ડોલર રહ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 16 Oct 2026 05:11 PM (IST)Updated: Fri, 16 Oct 2026 05:11 PM (IST)
gold-and-silver-prices-rebound-as-dollar-weakens-bond-yields-fall-know-latest-rates

Gold Rate Today:સપ્તાહ દરમિયાન ભારે મંદી બાદ આજે બુલિયન માર્કેટમાં પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળ્યો હતો. US ડોલર સામે રૂપિયો મજબૂત બનતા, US ટ્રેઝરીની ઈલ્ડ્સમાં ઘટાડો થતા નીચે લેવલથી સોનાને મજબૂત ટેકો મળ્યો હતો. અમદાવાદ ખાતે સોનાનો ભાવ રૂપિયા 1000 વધ્યો હતો. જ્યારે ચાંદીમાં રૂપિયા બે હજારનો ઉછાળો આવ્યો હતો.

અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવમાં વધઘટ

અમદાવાદ ખાતે સોના અને ચાંદીની કિંમતોમાં મજબૂત સ્થિતિ જોવા મળતી હતી. અમદાવાદ 10 ગ્રામ શુદ્ધ સોના(99.9)નો ભાવ રૂપિયા 1000 વધી રૂપિયા 1,51,500 થયો છે. જ્યારે અમદાવાદ 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોનું(99.5)નો ભાવ રૂપિયા 1000 વધી 1,51,200 વધ્યો છે. અલબત અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 2000 ઉછળી રૂપિયા 2,14,000 થયો છે.

Date (તારીખ) 24K Gold (10g) 22K Gold (10g)
Oct 16, 2026 151500 151200
Oct 15, 2026 150500 150200
Oct 14, 2026 151000 150700
Oct 13, 2026 ₹152500 ₹152200
Oct 12, 2026 ₹153000 ₹152700
Oct 08, 2026 ₹152500 ₹152200
Oct 07, 2026 ₹152,500 ₹152200
Oct 06, 2026 ₹153000 ₹152700
Oct 05, 2026 ₹153000 ₹152700
Oct 03, 2026 ₹152000 ₹151700
Oct 01, 2026 ₹153000 ₹152700

COMEX ખાતે સોનાનો ઔંસદીઠ વાયદો 32.62 ડોલર એટલે કે 0.79 ટકા વધી 4,181.31 ડોલર રહ્યો છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ વાયદો 0.90 ડોલર એટલે કે 1.58 ટકા વધી 57.90 ડોલર રહ્યો છે.