Gold Silver Price: સોના-ચાંદીમાં આ સપ્તાહમાં કયા કારણોને લીધે ભારે અફરા-તફરી જોવા મળશે તે જાણો

Gold Silver Price Outlook: નવા સપ્તાહ દરમિયાન બુલિયન માર્કેટમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળી શકે. ઘરઆંગણાના પરિબળો ઉપરાંત વૈશ્વિક બજારોમાંથી મળનાર સંકેતો સોના-ચાંદીના ભાવ પર સીધી અસર કરશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 30 Aug 2026 06:29 PM (IST)Updated: Sun, 30 Aug 2026 06:29 PM (IST)
gold-and-silver-prices-latest-news-turmoil-in-goldsilver-price-in-this-week-sonachandi-no-bhav

Gold Silver Price Outlook:સોના અને ચાંદીની કિંમતોમાં વીતેલા સપ્તાહ દરમિયાન ભારે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. હવે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ આ કિંમતી ધાતુમાં મંદી તરફી વલણ યથાવત રહી શકે છે.સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં બજારની નજર અમેરિકાના લેબર માર્કેટને લગતી માહિતી પર રહેશે. તેમાં નોન-એગ્રિકલ્ચર, બેરોજગારીના આંકડા અને ADP કૃષિ રોજગારમાં ફેરફારનો સમાવેશ થાય છે. આ આંકડાની અસર સપ્ટેમ્બરની બેઠક અગાઉ ફેડરલ રિઝર્વના નિર્ણય પર થઈ શકે છે.બજારમાં એ બાબતને લઈ પણ નજર રહેશે કે સપ્ટેમ્બરમાં ફેડરલ રિઝર્વની નીતિમાં કેવા ફેરફાર થવાની શક્યતા છે.

બજારના નિષ્ણાતોના મતે શુક્રવારે ફેડરલ રિઝર્વના વડાના નિવેદન બાદ સોના અન્ય કિંમતી ધાતુની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. મોંઘવારી અને નાણાં નીતિને લઈ તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ બુલિયન માર્કેટમાં વ્યાપક પ્રમાણમાં નફારૂપી વેચવાલી જોવા મળી છે.

ઈરાન યુદ્ધ અને હોર્મુઝ પર રહેશે નજર

ભૂ-રાજકિય ઘટનાક્રમોને લીધે બજારમાં વ્યાપક પ્રમાણમાં અનિશ્ચિતતા વધી ગઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધ પર સૌની નજર રહેશે. આ ઉપરાંત સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લગતા ઘટનાક્રમોની પણ બજાર પર અસર થશે. તેની અસર ક્રુડ ઓઈલની કિંમતો અને મોંઘવારીની અપેક્ષા પર પણ અસર થશે.


અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ દરમિયાન ચાંદીએ સોના કરતાં વધારે સારું પર્ફોમન્સ રજૂ કર્યું હતું. ઓગસ્ટમાં ચાંદીની કિંમતમાં આશરે 21 ટકાનો વધારો થયો છે જ્યારે ચાંદીની કિંમતમાં 15.7 ટકા તેજી આવી છે.