Gold Silver Price Today Ahmedabad(September 23,2026)|આજનો સોનાનો ભાવ: વિશ્વ બજારમાંથી મળેલા મંદીના સંકેત વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં પણ મંદીની અસર જોવા મળે છે. જોકે અમદાવાદ ખાતે સોનામાં નજીવા પ્રમાણમાં પણ ચાંદીમાં વ્યાપક ઘટાડો થયો છે.
બુલિયન એસોસિએશનની માહિતી પ્રમાણે આજે અમદાવાદ ખાતે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂપિયા 1,56,500 રહ્યાં છે.જ્યારે ચાંદીના ભાવ રૂપિયા 2,32,000 રહ્યા છે.
અમદાવાદ ખાતે 23સપ્ટેમ્બર 2026ના રોજ 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું(99.9) રૂપિયા 500 ઘટી રૂપિ1,56,500 રહ્યાં છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોના(99.50)નો ભાવ રૂપિયા 500 તૂટી રૂપિયા 1,56,200 થયો છે. જ્યારે અમદાવાદ ખાતે ચાંદી કિલોનો ભાવ રૂપિયા 3000 ઘટી રૂપિયા 232000 રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ઔંસ દીઠ સોનાના ભાવ રૂપિયા 56.38 ઘટીને 4283.03 ડોલર કવોટ થયા છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 1.51 ડોલર એટલે કે 2.28 ટકા તૂટી 64.50 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.
MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોનાના ભાવ રૂપિયા 1479 ઘટી રૂપિયા 151,237 પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળ્યાં છે. જ્યારે MCX ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 3925 ઘટીને રૂપિયા 2,35,989 રહ્યા હતા.
