Gold-Silver Prices: યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ગાબડુઃ માર્ચમાં ચાંદી 53 હજાર રુપિયા સસ્તી થઈ, તો સોનામાં રૂ. 18 હજારનો કડાકો!

એકવાત યાદ રાખજો, સોના-ચાંદીની કિંમતો પર GST અને મેકિંગ ચાર્જ પણ લાગે છે. આ તમામ ચાર્જ ઉમેરાયા બાદ ભાવમાં વધારો જોવા મળી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 31 Mar 2026 04:19 PM (IST)Updated: Tue, 31 Mar 2026 04:19 PM (IST)
gold-and-silver-price-update-in-india-31-march-2026-silver-falls-rs-53000-gold-drops-rs-18-000-amid-west-asia-conflict
HIGHLIGHTS
  • માર્ચ મહિનામાં કિંમતી ધાતુઓની ચમક ફિકી પડતાં રોકાણકારોમાં ફફડાટ
  • સતત ઘટતા ભાવથી ગ્રાહકો ખુશ, જાણો તમારી ફેવરિટ ધાતુના લેટેસ્ટ ભાવ

Gold-Silver Prices Drop: જ્યારે પણ દુનિયામાં તણાવની સ્થિતિ સર્જાય છે, તો તેની સીધી અસર શેર બજાર અને સોનાના ભાવમાં થતી જ હોય છે. હાલ મિડલ ઈસ્ટમાં યુદ્ધને પગલે ક્રૂડ ઑઈલના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતના શેર બજારમાં પણ દિવસે-દિવસે કડાકા બોલાઈ રહ્યા છે. ડૉલરની સરખામણીમાં રૂપિયો સતત તૂટી રહ્યો છે, ત્યારે સોનાની ચળકાટ ફિક્કી પડવા માંડી છે.

એટલે કે સોનાના ભાવ દિન-પ્રતિદિન ઘટી રહ્યા છે, જેના કારણે એક તરફ સામાન્ય નાગરિકો ખુશ જોવા મળી રહ્યા છે. બીજી તરફ રોકાણકારો સોનાની કિંમતમાં થઈ રહેલ મોટી ઉથલપાથલથી ચોંકી ઉઠ્યા છે.

સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડાનો ખેલ જારી (Commodity Market Shock)

સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં માર્ચ મહિનામાં સતત ઘટાડાનો ખેલ જોવા મળ્યો છે. આજે કોમોડિટી માર્કેટ બંધ છે, પરંતુ આ મહિનાના છેલ્લા 3 દિવસ એટલે કે 27 થી 30 માર્ચ સુધીના માર્કેટ પર નજર નાંખીએ તો, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એક કિલો ચાંદીનો ભાવ 53 હજાર રુપિયા સુધી તૂટ્યો છે. આવી જ રીતે 10 ગ્રામ સોનાનો ભાવ પણ 18000 રૂપિયાથી વધારે તૂટી ચૂક્યો છે.

અત્યારે સોના-ચાંદીનો શું છે ભાવ (Gold-Silver Prices)

ગત 27 ફેબ્રુઆરીએ MCX પર કિલોદીઠ ચાંદીનો ભાવ 2,82,644 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ગત 30 માર્ચે ચાંદીનો ભાવ 2,29,033 રૂપિયા પર આવી ગયો છે. આમ એક મહિનામાં જ ચાંદીનો ભાવ 53,611 રૂપિયા તૂટ્યો છે.

MCX સિવાય ડોમેસ્ટિક માર્કેટમાં પણ ચાંદીના ભાવ તૂટ્યા જ છે. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ પર જોઈએ તો, ગત ફેબ્રુઆરી મહિનામાં ચાંદી 2,66,700 રૂપિયા પર બંધ થઈ હતી, પરંતુ ગઈકાલે એટલે કે 30 માર્ચે ચાંદીનો છેલ્લો ભાવ 2,30,135 રૂપિયા રહ્યો હતો. આમ માર્ચ મહિનામાં ચાંદીનો ભાવ 36,565 રૂપિયા તૂટી ચૂક્યો છે.