Gold Silver Rates Hike:સોના અને ચાંદીની કિંમતોમાં દિવસ દરમિયાન ભારે ઘટાડા બાદ મોડી સાંજે ઓચિંતા જ તેજી જોવા મળી છે. ગુરુવારે સાંજે લગભગ 6-7 વાગ્યા આસપાસ ગણતરીના કલાકોમાં જ સોનાનો ભાવ આશરે રૂપિયા 3000 અને ચાંદીનો ભાવ આશરે રૂપિયા 6200 વધી ગયો. આ અહેવાલ લખાય છે ત્યારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,53,444(Gold Price Today) અને ચાંદીની કિંમત રૂપિયા 2,38,678 પ્રતિ કિલો (Silver Price Today) થઈ ગઈ છે.
અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો વધારવાનો નિર્ણય કર્યાં બાદ સોનામાં દબાણ જોવા મળ્યું હતું. જોકે બાદમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં ઝડપભેર રિકવરી આવી હતી. Dollar Index ગગડતા, વૈશ્વિક સ્તરે વ્યાજ દરોની દિશા, ક્રુડ ઓઈલની ચાલ તથા ભૂરાજકિય તણાવની સ્થિતિએ સોના-ચાંદીના ભાવને ટેકો આપ્યો છે.
સોના-ચાંદીમાં ઓચિંતા જ તેજી આવી છે ત્યારે શું આ તેજી યથાવત રહેશે કે કેમ તે એક પ્રશ્ન છે. શું હવે સોના-ચાંદી ખરીદી કરવી આ યોગ્ય સમય છે. અને સૌથી મહત્વનો પ્રશ્ન દિવાળી સુધીમાં સોના-ચાંદીની કિંમત કેટલી થઈ જશે. જાગરણ બિઝનેસે કેડિયા એડવાઈઝરીના ડિરેક્ટર અજય કેડિયા સાથે વિશેષ વાતચીત કરી હતી.
તેમણે કહ્યું કે દિવાળી 2026 સુધી વૈશ્વિક બજારોમાં સોનાના ઔંસદીઠ ભાવ પ્રતિ ઔંસ 5000 ડોલરની સપાટીને સ્પર્શી શકે છે. ભારતીય બજારમાં, જો રૂપિયો વર્તમાન સ્તરની આસપાસ રહેશે તો સોનું રૂપિયા 1.80 લાખના પાછલા ઉચ્ચતમ સ્તરને સ્પર્શી શકે છે અને તેને વટાવી પણ શકે છે. વૈશ્વિક બજારમાં ચાંદીનો લક્ષ્યાંક પ્રતિ ઔંસ 90 ડોલર રહેશે. જો ચાંદી 90 ડોલર સુધી પહોંચે છે તો તે સ્થાનિક બજારમાં રૂપિયા 3 લાખના આંકને વટાવી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે સોના અને ચાંદીના ભાવ ડોલર, રૂપિયો, વ્યાજ દર, ક્રૂડ ઓઇલ, વૈશ્વિક તણાવ અને રોકાણ માંગ જેવા ઘણા પરિબળોથી પ્રભાવિત થાય છે.
