Gold Silver Price Crash:ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) પ્રમાણે 24 કેરેટ સોનાની કિંમત આ સપ્તાહ દરમિયાન રૂપિયા 1,576 ઘટીને રૂપિયા 1,40,054 પ્રતિ 10 ગ્રામ થયા છે. જ્યારે અગાઉ તે રૂપિયા 1,41,630 પ્રતિ 10 ગ્રામ પર છે.
22 કેરેટ સોનાની કિંમત ઓછી થઈ રૂપિયા 1,28,289 પ્રતિ 10 ગ્રામ થયો છે, જે અગાઉ રૂપિયા 1,29,733 પ્રતિ 10 ગ્રામ હતો. 19 કેરેટ સોનાની કિંમત ઘટીને રૂપિયા 1,05,041 પ્રતિ 10 ગ્રામ થઈ છે. જ્યારે આ અગાઉ રૂપિયા 1,06,223 પ્રતિ 10 ગ્રામ હતી.
આ સપ્તાહમાં 24 કેરેટ સોનામાં સૌથી લઘુતમ કિંમત 30 ઓક્ટોબરના રોજ સાંજના સત્રમાં રૂપિયા 1,40,054 પ્રતિ 10 ગ્રામ જોવા મળે છે. જ્યારે ઉચી કિંમત 28 ઓક્ટોબરના સવારના સત્રમાં રૂપિયા 1,42,300 પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે.
રૂપિયા 13 હજારથી વધારે સસ્તી થઈ ચાંદી
સોના સાથે ચાંદીની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત રૂપિયા 13,071 ઓછો થઈ રૂપિયા 1,81,344 પ્રતિ કીલો થઈ ગયો છે, જે અગાઉ રૂપિયા 1,94,415 પ્રતિ કીલો હતો.
આ સપ્તાહ ચાંદીમાં ઊંચી કિંમત 26 ઓક્ટોબરની સવારના સત્રમાં રૂપિયા 1,95,050 પ્રતી કિલો જોવા મળ્યો છે. જ્યારે લઘુતમ કિંમત 30 ઓક્ટોબરના સાંજના સત્રમાં રૂપિયા 1,81,344 પ્રતિ કીલો જોવા મળી હતી.
સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત આશરે 3,885 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીની કિંમત પ્રતિ ઔંસ 49 ડોલર નજીક પહોંચી ગઈ છે. નિષ્ણાતોના મતે સોના અને ચાંદીમાં ઘટાડો થવા પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચે જે તણાવની સ્થિતિ પ્રવર્તિ રહી છે તે જવાબદાર છે. અમેરિકા તરફથી ઈરાન પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. જ્યારે ડોલર ઈન્ડેક્સ મજબૂત થવા અને ક્રુડ ઓઈલની કિંમત 110 ડોલર પાર થતા સોના-ચાંદી પર દબાણ વધ્યું છે.
