Gold And Silver Price:સોના-ચાંદીમાં મક્કમ વલણ; અમદાવાદ ગોલ્ડ 10 ગ્રામનો ભાવ રૂપિયા એક હજાર વધ્યો, આજના ભાવ જાણો

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો હતો. અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું રૂપિયા 1000 વધી રૂપિયા 1,53,000 જ્યારે સ્ટાન્ડર્ડ સોનું 10 ગ્રામનો ભાવ રૂપિયા 1,52,700 રહ્યો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 05 Oct 2026 09:52 PM (IST)Updated: Mon, 05 Oct 2026 09:52 PM (IST)
firm-trend-in-gold-and-silver-price-of-10-grams-of-gold-in-ahmedabad-rose-by-rs-1000-check-todays-rates

Gold And Silver Price:વિશ્વબજારમાં સોનાના ભાવ આજે(5 October 2026)ના રોજ સુધારો જોવા મળ્યો હતો. જોકે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના ભાવ સ્થિર રહ્યો હતો. ચાંદીના ભાવમાં પણ એકંદરે સ્થિર રહ્યા હતા. દિલ્હી ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold)નો ભાવ રૂપિયા 1,49,800 રહ્યા હતા. બીજી બાજુ ચાંદીનો કિલો ભાવ રૂપિયા 2,27,000 રહ્યો હતો.

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો હતો. અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું રૂપિયા 1000 વધી રૂપિયા 1,53,000 જ્યારે સ્ટાન્ડર્ડ સોનું 10 ગ્રામનો ભાવ રૂપિયા 1,52,700 રહ્યો હતો. આ ઉપરાંત ચાંદી કીલોનો ભાવ પણ રૂપિયા 1000 ઉછળી રૂપિયા 2,28,000 રહ્યો હતો.

બજારના નિષ્ણાતોના મતે વિશ્વ બજારમાં સોનાની કિંમતોમાં ભારે મંદીની સ્થિતિ રહી છે, જોકે ઘરઆંગણે કિંમતોમાં સાંકડી વધઘટ જોવા મળી રહી છે. ભારતમાં નીચે સ્તરે જ્વેલર્સ અને રિટેલર્સ તરફથી ખરીદીને ટેકો મળી રહે છે.


વિશ્વ બજારમાં સોનાની કિંમતો આ અહેવાલ લખાય છે ત્યારે રાત્રે 9:45 વાગે એકંદરે સ્થિર વલણ જોવા મળતું હતું. ન્યૂયોર્ક ખાતે ઔંસદીઠ સોનું 6.37 ડોલર ગગડી 6,133.44 ડોલર રહ્યો હતો. જ્યારે ચાંદીનો ઔંસ દીઠ ભાવ 0.63 ડોલર એટલે કે 1.03 ડોલર વધી 61.04 ડોલર રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના બોન્ડની યીલ્ડ સતત વધી રહી હોવાથી બુલિયન માર્કેટ પર સતત દબાણ જોવા મળી રહ્યું છે. આ સંજોગોમાં રોકાણકારો સોના અને ચાંદી જેવા કિંમતી ધાતુમાં રોકાણને લઈ એકંદરે સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.