NBFC Gold Loans 2026: RBIના કડક નિયમન છતાં NBFC ગોલ્ડ લોનમાં આવ્યો 70 ટકાનો ઉછાળો, તેની પાછળ જવાબદાર કારણો જાણો

NBFC Gold Loans 2026:રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI) દ્વારા ચુસ્ત અને કડક નિયમનકારી કાર્યકાળખુ(Regulatory Framework) લાગુ કરવામાં આવવા છતાં દેશમાં નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ(NBFCs)ની ગોલ્ડ લોન(Gold Loan) એટલે કે સોનાની જ્વેલરીના બદલામાં લોન લેવામાં ભારે ઉછાળો આવ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 10 Aug 2026 12:10 AM (IST)Updated: Mon, 10 Aug 2026 12:10 AM (IST)
despite-strict-rbi-regulations-nbfc-gold-loans-surge-by-70-percent-know-the-reasons-behind-it

NBFC Gold Loans 2026:રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI) દ્વારા ચુસ્ત અને કડક નિયમનકારી કાર્યકાળખુ(Regulatory Framework) લાગુ કરવામાં આવવા છતાં દેશમાં નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ(NBFCs)ની ગોલ્ડ લોન(Gold Loan) એટલે કે સોનાની જ્વેલરીના બદલામાં લોન લેવામાં ભારે ઉછાળો આવ્યો છે.

RBI તરફથી જાહેર Sectoral Creditની માહિતી પ્રમાણે જૂન 2026ના અંત ભાગ સુધીમાં NBFCનો કૂલ આઉટસ્ટેન્ડિંગ ગોલ્ડ લોન પોર્ટફોલિયો(Outstanding Gold Loan Portfolio) વાર્ષિક આધાર પર 69.3 ટકા વધીને રૂપિયા 3.41 લાખ કરોડ પહોંચી ગયો છે, જે એક વર્ષ અગાઉ એટલે કે મે 2026માં પણ તેમાં 69.9 ટકાની સમાન ઝડપથી વૃદ્ધિ જોવા મળી હતી.

રિટેલ ક્રેડિટમાં Gold Loanની સૌથી વધારે ઝડપથી વૃદ્ધિ

RBIની આંકડાકીય માહિતી પ્રમાણે NBFCનો કૂલ રિટેલ ક્રેડિટ પોર્ટફોલિયો(Retail Credit Portfolio) જૂન 2026માં 20.3 ટકા દરથી વધી રૂપિયા 25.62 લાખ કરોડ પહોંચી ગયો છે, જે જૂન 2025માં રૂપિયા 21.29 લાખ કરોડ હતો. અલબત રિટેલ લોન આ પૂરા બાસ્કેટમાં ગોલ્ડ લોનની ગ્રોથ ઓવરઓલ રિટેલ ક્રેડિટની તુલનામાં 3 ગણાથી વધારે રહી છે.

RBIની દેખરેખ અને વર્ષ 2025ના કડક નિયમો

ગોલ્ડ લોનમાં આ ઐતિહાસિક ઉછાળો એવા સમયે આવ્યો છે કે જ્યારે RBIએ આ સેગમેન્ટમાં જોખમને જોતા કડક પગલાં ભરી થર્ડ પાર્ટ એજન્ટો તરફથી લોન સોર્સિંગ, સોનાના મૂલ્યાંકનમાં ઉદાસિનતા, લોન ટુ વેલ્યુ રેશિયોની નબળી દેખરેખ તથા બિડની પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ જેવા મુદ્દા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે RBI દ્વારા Lending Against Gold and Silver Collateral Directions, 2025 ઈશ્યુ કરી તમામ વિનિયમિત સંસ્થાઓ માટે આકરી માર્ગદર્શિકા ફરજિયાત બનાવી હતી.