Crude Oil Price: વિશ્વબજારમાં ક્રુડ ઓઈળની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રુડ ઓક્ટોબર બાદ પ્રથમ વખત 100 ડોલરની નીચે આવી ગયું છે. તેનું કારણ અમેરિકામાં તાજેતરની મધ્યાવર્તિ ચૂંટણીના પરિણામો જવાબદાર છે. ઈરાન યુદ્ધને લઈ બદલાઈ રહેલી સ્થિતિ આ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.કિંમતો ઘટતા ભારતને આર્થિક મોરચે મોટી રાહત મળી છે. કારણ કે ક્રુડ ઓઈલને લીધે ભારતનું ઈમ્પોર્ટ બજેટ પર સતત દબાણ વધતુ હતું.
100 ડોલરથી નીચે આવ્યું ક્રુડ ઓઈલ
બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતમાં ભારે ઘટાડો થયો હતો. જાન્યુઆરી ડિલિવરી બ્રેન્ટ ક્રુડ આશરે 8 ટકા ગગડીને 94 ડોલર પ્રતિ બેરલ આસપાસ આવી ગયું છે.
ઈરાન યુદ્ધ અંગે બજારની આશા
ક્રુડ ઓઈલની કિંમતોમાં ઘટાડો થવા પાછળ એક મોટું કારણ અમેરિકાની મિડ ટર્મ ચૂંટણીના પરિણામો બાદ ઈરાન યુદ્ધને લઈ નવી આશા છે. ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની હાર થઈ છે અને ડેમોક્રેટીક પાર્ટીના પ્રતિનિધિ સભા અને સેનેટ બન્નેમાં બહુમતી હાંસલ કરી છે.
