Gold And Silver Prices:સોના-ચાંદીમાં સતત પીછેહઠ, અમદાવાદ સોનું રૂપિયા 500 અને ચાંદીમાં રૂપિયા 2000નો થયો ઘટાડો

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 13 Oct 2026 06:50 PM (IST)Updated: Tue, 13 Oct 2026 06:50 PM (IST)
continued-decline-in-gold-and-silver-prices-ahmedabad-sees-a-drop-of-rs-500-in-gold-and-rs-2000-in-silver
gold-rate-today-ahmedabad-october-01-2026-1790824542042.webp

Gold And Silver Prices: નવરાત્રીના ત્રીજા દિવસે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીની કિંમતમાં પીછેહઠ જોવા મળી છે. અમદાવાદ ખાતે સોનાના ભાવમાં આશરે રૂપિયા 500નો ઘટાડો થયો છે જ્યારે અમદાવાદ ચાંદી રૂપિયા 2000 ગગડ્યા છે. વિશ્વ બજારમાં બન્ને કિંમતી ધાતુના ભાવમાં એકંદરે સ્થિર પણ મજબૂત વલણ જોવા મળ્યું છે.

અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવ (Gold-Silver Price At Ahmedabad)

અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ ખાતે 10 ગ્રામદીઠ શુદ્ધ સોનું (99.9)નો ભાવ રૂપિયા 500 ઘટી રૂપિયા 1,52,500 થયો છે. જ્યારે અમદાવાદ 10 ગ્રામ દીઠ સ્ટાન્ડર્ડ સોનું (99.5) રૂપિયા 500 તૂટી રૂપિયા 1,52,200 રહ્યા છે. જ્યારે અમદાવાદ ચાંદી રૂપિયા 2,24,000થી રૂપિયા 2000 ગગડી રૂપિયા 2,22,000 રહ્યા છે.

Date (તારીખ) 24K Gold (10g) 22K Gold (10g)
Oct 13, 2026 ₹152,500 ₹152200
Oct 12, 2026 ₹153,000 ₹152700
Oct 08, 2026 ₹152500 ₹152200
Oct 07, 2026 ₹152,500 ₹152200
Oct 06, 2026 ₹153000 ₹152700
Oct 05, 2026 ₹153000 ₹152700
Oct 03, 2026 ₹152000 ₹151700
Oct 01, 2026 ₹153000 ₹152700

 

વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ (Gold And Silver Prices In International Market)

વિશ્વ બજારમાં સોના અને ચાંદીના ભાવ લગભગ સ્થિર રહ્યા હતા. કોમેક્સ ખાતે સોનાનો વાયદો ઔંસ દીઠ 14 ડોલર એટલે કે 0.34 ટકા વધી 4,180.73 ડોલર રહ્યા છે. જ્યારે ચાંદીનો ભાવ 0.11 ડોલર એટલે કે 0.18 ટકા તૂટી 60.14 ડોલર રહ્યા છે.

દિલ્હી ખાતે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામદીઠ રૂપિયા 1,49,810 પર કામકાજ કરતો હતો. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતી 10 ગ્રામ રૂપિયા 1,37,340 રહ્યો હતો.