China Buy Gold:જાન્યુઆરી બાદથી જ સોના અને ચાંદીની કિંમત પર સતત દબાણ જોવા મળી રહ્યું છે. જેને લીધે ગોલ્ડની કિંમત અત્યારે નોંધપાત્ર પ્રમાણમાં નીચે આવી ગઈ છે. જોકે હવે ફરીથી ખરીદી શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ચીનમાં સોનાનો જથ્થો વધારી રહેલ છે.
ચીનની મધ્યસ્થ બેંક દ્વારા સપ્ટેમ્બર મહિનામાં સોનાની ખરીદી સતત વધારી રહેલ છે અને આ મહિનામાં 23 ટન સોનાનો જથ્થો ઉમેર્યો છે. તે સપ્ટેમ્બર 2023 બાદથી આ મહિનામાં ચીન દ્વારા સૌથી વધારે ખરીદી કરવામાં આવી છે. દેશની મધ્યસ્થ બેંક સ્ટોકને લગતા મેનેજમેન્ટમાં વ્યાપક ફેરફાર વચ્ચે કિંમતી ધાતુ પ્રત્યે પોતાનું આકર્ષણ જાળવી રાખ્યું છે.
આ નવી ખરીદી પીપલ્સ બેંક ઓફ ચાઈન(PBOC) દ્વારા સોનાની સતત 23માં મહિને ખરીદીના સંકેત છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં 20-20 ટન ખરીદી બાદ આ ખરીદીમાં ભારે વલણ જોવા મળી રહ્યું છે. જે દર્શાવે છે કે ચીન દ્વારા તાજેતરમાં જ સોનાની ખરીદી વધારી રહેલ છે.
આ વર્ષે ચીન દ્વારા 103 ટન સોનાની ખરીદી થઈ
સપ્ટેમ્બરમાં સતત ખરીદી સાથે ચીન દ્વારા વર્ષ 2026માં સોનાની અત્યાર સુધીમાં કુલ 103 ટન ખરીદી કરવામાં આવી છે. કોબેસી લેટર દ્વારા રજૂ કરવામાં આવેલ આંકડાકીય માહિતી પ્રમાણે ચીનનો કુલ સોનાનો ભંડાર વધીને રેકોર્ડ 2,410 ટન થઈ ગયો છે. આ સતત ખરીદી એવા સમયે થઈ રહી છે કે જ્યારે સેન્ટ્રલ બેંક તેના રિઝર્વ પોર્ટફોલિયોમાં ડાયવક્સિફિકેશન લાવવામાં આવી રહેલ છે અને સોનાના પોતાના ભંડોળને મજબૂત કરી રહ્યા છે, જે પરંપરાગત રિઝર્વ એસેટ છે અને તેમાં કોઈ ડાયરેક્ટ લોનને લગતા જોખમ નથી.
ફ્રાંસ અને ઈટાલી નજીક પહોંચી રહ્યું છે ચીન
આંકડા પ્રમાણે ચીન વર્તમાન સમમયાં અમેરિકા, જર્મની, ઈટાલી અને ફ્રાંસ બાદ વિશ્વનો પાંચમો સૌથી મોટો ગોલ્ડ રિઝર્વ હોલ્ડર છે. ચીન અને તેની આગળ રહેલા યુરોપના દેશો વચ્ચે અંતર ઘટી રહ્યુ ંછે. ઈટાલી પાસે 2,452 ટન સોનું છે, જ્યારે ફ્રાંસ પાસે 2,437 ટન સોનું છે.
