Cement Price Hike: ઓક્ટોબરથી બદલાશે સિમેન્ટના ભાવ! મકાનનું બાંધકામ શરૂ કરતાં પહેલાં જાણી લો આ મહત્વના સમાચાર

બજારના તાજેતરના અહેવાલો અનુસાર, ઓક્ટોબર મહિનાથી સિમેન્ટની 50 કિલોની ગુણી (થેલી) ના ભાવમાં 5 થી લઈને 20 સુધીનો વધારો થઈ શકે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 30 Sep 2026 12:01 PM (IST)Updated: Wed, 30 Sep 2026 12:01 PM (IST)
cement-price-hike-october-2026-home-construction-costly
સિમેન્ટના ભાવમાં વધારો

Cement Price Hike: જો તમે પણ તમારા સપનાનું ઘર બનાવવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા હાલમાં તમારું બાંધકામ ચાલુ હોય, તો આ અહેવાલ તમારા બજેટ પર સીધી અસર પાડી શકે છે. તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ સિમેન્ટ ઉત્પાદક કંપનીઓ સામાન્ય માણસ પર ભાવવધારાનો મોટો બોજ નાખવાની તૈયારી કરી રહી છે. સતત બીજા મહિને સિમેન્ટના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની પૂરતી શક્યતાઓ વર્તાઈ રહી છે.

ઓક્ટોબરમાં પ્રતિ થેલી 5 થી 20 નો વધારો શક્ય

બજારના તાજેતરના અહેવાલો અનુસાર, ઓક્ટોબર મહિનાથી સિમેન્ટની 50 કિલોની ગુણી (થેલી) ના ભાવમાં 5 થી લઈને 20 સુધીનો વધારો થઈ શકે છે. દેશના જુદા જુદા પ્રદેશો અને સ્થાનીય બજારોમાં આ ભાવવધારાનું પ્રમાણ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ તેની વ્યાપક અસર સમગ્ર દેશના રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્ર પર જોવા મળશે.

સપ્ટેમ્બરમાં પણ વધ્યા હતા ભાવ

સિમેન્ટ કંપનીઓએ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ ભાવમાં વધારો ઝીંક્યો હતો. સપ્ટેમ્બરમાં સૌથી વધુ ભાવવધારો દક્ષિણ ભારતીય બજારોમાં જોવા મળ્યો હતો, જ્યાં સરેરાશ પ્રતિ થેલી 11 નો વધારો થયો હતો. આ ઉપરાંત, પશ્ચિમ ભારતમાં પ્રતિ થેલી 9 નો વધારો થયો હતો, જ્યારે મધ્ય, પૂર્વ અને ઉત્તર ભારતમાં પ્રતિ થેલી 5 નો ભાવવધારો નોંધાયો હતો. ઓક્ટોબરના પ્રસ્તાવિત વધારા બાદ હવે બજારમાં સિમેન્ટની પ્રતિ થેલીની કિંમત 360 થી 440 ની આસપાસ પહોંચી જશે.

ચોમાસાની વિદાય અને માંગમાં સુધારો મુખ્ય કારણ

ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં જ દેશભરમાં રિયલ એસ્ટેટ અને ખાનગી બાંધકામની પ્રવૃત્તિઓ પૂરજોશમાં શરૂ થાય છે. ચોમાસા દરમિયાન મકાન નિર્માણની ધીમી ગતિને કારણે સિમેન્ટ કંપનીઓના પ્રોફિટ માર્જિન પર અસર પડી હતી. હવે તહેવારોની સીઝનમાં માંગમાં સુધારો આવતાં જ કંપનીઓ પોતાના નફાનું માર્જિન સુધારવા માટે ભાવવધારો કરી રહી છે.

સપ્ટેમ્બરમાં ભાવ વધવા છતાં, બીજા ત્રિમાસિક ગાળા (Q2) માટે સમગ્ર ભારતની સરેરાશ ટ્રેડ પ્રાઇસ ₹351 પ્રતિ થેલી રહી હતી, કારણ કે જુલાઈ અને ઓગસ્ટમાં કિંમતોમાં નરમાઈ જોવા મળી હતી.