Gold price Outlook:સોનાની કિંમતોમાં સતત બીજા સપ્તાહ દરમિયાન ભારે ઘટાડા વચ્ચે બેંક ઓફ અમેરિકા(BofA Gold Price Outlook)એ એવું અનુમાન રજૂ કર્યું છે કે જે રોકાણકારોની ચિંતા વધારી શકે છે. બેંકનું કહેવું છે કે વર્તમાન વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં સોનાની કિંમત 4000 ડોલર પ્રતી ઔંસથી પણ નીચે જઈ શકે છે.
બેંકના અનુમાન પ્રમાણે કિંમત આશરે 3,750 ડોલર પ્રતિ ઔંસ સુધી ઘટી શકે છે. ભારતીય કરન્સીમાં જોવા જઈએ તો આ લેવલ આશરે રૂપિયા 1.15 લાખ થાય છે. જોકે હકીકતમાં ભારતીય કિંમત ડોલર-રૂપિયા વિનિમય (Exchange Rate) અને ઘરેલુ બજારની સ્થિતિ પર નિર્ભર કરશે.
બેંક ઓફ અમેરિકા છેલ્લા બે વર્ષથી સોનાને લઈ ખૂબ જ તેજીમય વલણ ધરાવતી સંસ્થા પૈકીની એક રહી છે. બેંક સૌથી પહેલા 5000 ડોલર પ્રતિ ઔંસ લેવલના અનુમાન લગાવવામાં સામેલ હતી. જોકે, હવે તેનું આ વલણ એકંદરે સાવધાની વ્યક્ત કરી છે. તેનું મોટું કારણ એનર્જીની વધી રહેલી કિંમતોથી મોંઘવારીને લઈ દબાણ વધવાની આશંકા છે.
રૂપિયા 1.10 લાખથી નીચે જઈ શકે છે સોનું
બેંકના તાજા Outlook પ્રમાણે ઉંચી ઊર્જાની કિંમત સોના માટે પડકારરૂપ બની શકે છે. વિશેષ કરીને મધ્ય પૂર્વ અને ઈરાન સાથે સંકળાયેલ સંઘર્ષ અંગે બજારની નજર છે. BofAના અહેવાલમાં કહેવામાં આવ્યં કે જો મધ્ય પૂરવમાં લાંબા સમય સુધી તણાવ બની રહે છે અને ક્રુડ ઓઈલની કિંમત 150 ડોલર પ્રતિ બેરલ પહોંચી જાય છે. જોકે બેંકે તેના મુખ્ય અનુમાન માનતુ નથી.
અત્યારે વિશ્વ બજારમાં શું સ્થિતિ છે
વિશ્વ બજારમાં સોનું અત્યારે પ્રતિ ઔંસ 4217 ડોલર પ્રતિ ઔંસ છે. જ્યારે ચાંદી 61 ડોલર પર કામકાજ ધરાવે છે. જ્યારે ભારતીય વાયદા બજાર અથવા મલ્ટી કોમોડિટી એક્સચેન્જ અંગે ગોલ્ડની કિંમત રૂપિયા 1,50,250 અને ચાંદીની કિંમત રૂપિાય 2,25,545 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.
