Edible Oil Imports:ભારતની ખાદ્ય તેલની આયાત સપ્ટેમ્બર 2026માં વાર્ષિક ધોરણે 7 ટકા ઘટીને 15.44 લાખ ટન થઈ છે. તેની પાછળનું મુખ્ય કારણ સૂર્યમુખી તેલની આયાતમાં આવેલો ઘટાડો છે. ઔદ્યોગિક સંગઠન સોલ્વેન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(SEA)ની આંકડાકીય માહિતી પ્રમાણે સપ્ટેમ્બર 2025માં 16.58 લાખ ટન ખાદ્ય તેલની આયાત થઈ હતી.
SEA તરફથી ગુરુવારે જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી પ્રમાણે સપ્ટેમ્બરમાં કાચા સુર્યમુખી તેલની આયાતમાં ઘટાડો થયો છે. આયાત ઘટીને આશરે 1.05 લાખ ટન થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉ સમાન મહિનામાં તે 2.72 લાખ ટન હતી. જોકે સમગ્ર વર્ષ 2025-2026ની શરૂઆતના 11 મહિના એટલે કે નવેમ્બર 2025થી સપ્ટેમ્બર 2026 દરમિયાન ખાદ્ય તેલની કૂલ આયાત 3 ટકા વધી 151.64 લાખ ટન રહી હતી. વીતેલા તેલ વર્ષની આ અવધિમાં આ આંકડો 146.83 લાખ હતો.
SEAની માહિતી પ્રમાણે નવેમ્બર 2025થી સપ્ટેમ્બર 2026 દરમિયાન ખાદ્ય અને બિન-ખાદ્ય તેલ સહિત કૂલ વનસ્પતિ તેલની આયાત વધીને 154.64 લાખ ટન થઈ છે. ગયા વર્ષની સમાન અવધિમાં તે 150.31 લાખ ટન હતી. આ દરમિયાન રિફાઈન્ડ તેલની આયાત પણ નોંધપાત્ર ઘટી હતી. નવેમ્બર 2025થી સપ્ટેમ્બર 2026 દરમિયાન ભારતે 7,40,441 ટન રિફાઈન્ડ તેલની આયાત કરી હતી. જ્યારે ગયા વર્ષની આ અવધીમાં તે ફક્ત 16,89,228 ટન હતી.
આ ઘટાડાને લીધે કેટલીક ખાદ્ય તેલની આયાતમાં રિફાઈન્ડ તેલની હિસ્સેદારી 12 ટકાથી ઘટી 5 ટકા થઈ છે. SEA પ્રમાણે તેની પાછળનું મુખ્ય કારણ ઈન્ડોનેશિયા અને મલેશિયામાંથી રિફાઈન્ડ પામોલીનની આયાત આલભગ નહીંવત રહ્યું છે.
ક્રુડઓઈલ પરની નિર્ભરતા
મીડિયા અહેવાલથી જાણવા મળ્યું છે કે ખાદ્ય તેલ પર આધાર વધી ગયો છે અને આ આયાત વધી 1,44,23,939 ટન થઈ છે, જે ગયા વર્ષની સમાન અવધિમાં 1,29,93,972 ટન હતું. કૂલ ખાદ્ય તેલ આયાતમાં ક્રુડ ઓઈલની હિસ્સેદારી પણ 88 ટકાથી વધી 95 ટકા થઈ છે. SEAનું કહેવું છે કે ખાદ્ય તેલની આયાતમાં વધારો મુખ્યત્વે કાચા પામોલીન તેલની વધારે ખરીદીને લીધે થઈ છે.તેણે રિફાઈન્ડ પામોલીનની આયાતે લીધી. આ ઉપરાંત નેપાળથી ભારતમાં રિફાઈન્ડ સોયાબીન તેલની આયાત પર ખૂબ જ આધાર વધી ગયો છે.
