China Big News:ચીને વૈશ્વિક અર્થતંત્રને આપ્યો ઝાટકો, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ કરવા પર મુક્યો પ્રતિબંધ

ચીન અત્યાર સુધી વિશ્વના દેશો પાસેથી ક્રુડ ઓઈલ ખરીદતુ હતું અને ત્યારબાદ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું વેચાણ કરતું હતું. આ દ્રષ્ટિએ ભારત પણ એક મહત્વનું પ્લેયર છે. ભારત વિશ્વની વિશાળ રિફાઈનરીઓ ધરાવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 01 Oct 2026 09:25 PM (IST)Updated: Thu, 01 Oct 2026 09:25 PM (IST)
china-refineries-imposed-a-ban-on-the-export-of-petroleum-products-for-the-month-of-october

China Petroleum Products Export Ban:ચીનની રિફાઈનરીઓએ તેમની પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ કરવાનું અટકાવી દીધું છે. ઘરેલુ સ્ટોરને પ્રાધાન્યતા આપતા ચીન દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. એટલે કે ચીન ઓક્ટોબર મહિનામાં પેટ્રોલિયમ પ્રોડક્ટની નિકાસ નહીં કરે.

ભૂરાજકિય સંકટને લીધે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલને લઈ જે તણાવભરી સ્થિતિ પ્રવર્તિ રહી છે તેને ધ્યાનમાં રાખી ચીન પોતાની ઊર્જા જરૂરિયાતોને પ્રાધાન્યતા આપીને આ મહત્વનું પગલું ભર્યું છે.સૌથી ખાસ વાત એ છે કે ચીનને વૈશ્વિક સ્તરે એનર્જી સંકટ ગંભીર બનવાના અગાઉથી જ સંકેત મેળવી લીધા હતા અને તે સ્થિતિમાં આ વર્ષના માર્ચ મહિનાથી જ પેટ્રોલિયમ પ્રોડક્ટની નિકાસને નિયંત્રિત કરવાનું શરૂ કરી દીધુ હતું.

આ સાથે ચીનનું આ પગલું વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલને લઈ આગામી કોઈ મોટી મુશ્કેલીના સંકેત આપતા હોય તેમ લાગે છે. અલબત વિશ્વ બજારમાં ક્રુડનો જથ્થો મળી શકશે પણ ડીઝલ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. કારણ કે તેનું ઉત્પાદન કરવાની રિફાઈનરીઓની સ્થિતિ અત્યારે મુશ્કેલીમાં છે. ડીઝલ અને ATF બનાવનારી રશિયા પાસે જે રિફાઈનરી હતી તેને યુક્રેન યુદ્ધમાં ભારે નુકસાન થયું છે. તેને લીધે વિશ્વના એવા તમામ દેશો કે જેમની પાસે રિફાઈનરીઓ છે તે દેશોએ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને પોતાની જરૂરિયાતો માટે સ્ટોક કરવાનું સુરક્ષિત સમજી રહ્યા છે.

ચીન અત્યાર સુધી વિશ્વના દેશો પાસેથી ક્રુડ ઓઈલ ખરીદતુ હતું અને ત્યારબાદ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું વેચાણ કરતું હતું. આ દ્રષ્ટિએ ભારત પણ એક મહત્વનું પ્લેયર છે. ભારત વિશ્વની વિશાળ રિફાઈનરીઓ ધરાવે છે. ભારત પણ વિશ્વના ઘણા દેશોમાં ડિઝલની નિકાસ કરતું રહ્યું છે.