BPCLની E20 ઈંધણની ગુણવત્તા અંગે સ્પષ્ટતા, દેશભરમાં 893 સેમ્પલ લઈ કરવામાં આવ્યું ટેસ્ટીંગ

E20 ફ્યુઅલ અંગે ચાલી રહેલી વ્યાપક ચર્ચા વચ્ચે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(BPCL)એ શુક્રવારે સ્પષ્ટ કર્યું છે કે દેશના 27 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરવામાં આવેલી તપાસમાં E20 પેટ્રોલના તમામ 893 સેમ્પલમાં ઈથેનોલનું પ્રમાણ 19 ટકાથી 21 ટકાના ધોરણોની અંદર જ આવ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 14 Nov 2026 07:27 AM (IST)Updated: Sat, 14 Nov 2026 07:36 AM (IST)
bpcl-clarifies-e20-fuel-quality-testing-conducted-using-893-samples-collected-from-across-the-country

E20 Fuel Quality:E20 ફ્યુઅલ અંગે ચાલી રહેલી વ્યાપક ચર્ચા વચ્ચે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(BPCL)એ શુક્રવારે સ્પષ્ટ કર્યું છે કે દેશના 27 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરવામાં આવેલી તપાસમાં E20 પેટ્રોલના તમામ 893 સેમ્પલમાં ઈથેનોલનું પ્રમાણ 19 ટકાથી 21 ટકાના ધોરણોની અંદર જ આવ્યા છે.

કંપનીએ આ સાથે સ્પષ્ટ કહ્યું છે કે E20 પેટ્રોલમાં ઈથેનોલના પ્રમાણ અંગે ઈન્ટરનેટ મીડિયા પર જે પ્રશ્નો સર્જવામાં આવેલ છે તેને ધ્યાનમાં રાખી આ તપાસ કરવામં આવી હતી. જાહેર સેક્ટરની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ (OMC)એ સેન્ટર ફોર હાઈ ટેકનોલોજી(CHT)ના સંકલનથી આ ગુણવત્તા સંબંધિત તપાસ કરવામાં આવી હતી. તેમાં BPCL દ્વારા 280 સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા કરવામાં આવેલી આ સ્પષ્ટતા કંપનીના એક પેટ્રોલ પંપ પર ગ્રાહક જાગૃક કાર્યક્રમ સમયે ઈથેનોલ ડિસ્ટીલેશન ટેસ્ગીંટની એક તસવીર રજૂ કરવામાં આવ્યા બાદ કરાઈ છે.

BPCLએ જણાવ્યું હતું કે તપાસ પ્રક્રિયામાં 100 મિલીલીટર E20 પેટ્રોલમાં 30 મિલીલીટર પાણીનું મિશ્રણ કરવામાં આવે છે, જેથી ઈથેનોલ અને પેટ્રોલ અલગ અલગ થાય છે. શરૂઆતમાં આ મિશ્રણ અલગ રંગનું જોવા મળે છે. બન્નેને અલગ થવામાં થોડો સમય લાગે છે.

BPCLએ કહ્યું કે તેમના પેટ્રોલ પંપો પર મળતા E20 ઈંધણની ગુણવત્તાની દેખરેખ BISના IS 17021 ધોરણો પ્રમાણે કરવામાં આવે છે. કંપનીના ગ્રાહકોને ઈંધણને લગતી ગણવત્તા અંગે ફક્ત પ્રમાણિત તપાસ પ્રક્રિયા પર વિશ્વાસ કરવા અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખની છે કે દેશમાં ઈંથેનોલનો પેટ્રોલમાં મિશ્રણ કરવામાં આવી રહ્યું છે ત્યારથી સતત ઈથેનોલ કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. ઈથેનોલ પેટ્રોલ જેવા પરંપરાગત ઈંધણની ગુણવત્તાને ઘટાડતા હોવાનું અને પરિણામે વાહનોની ક્ષમતા પર અસર થતી હોવાના સતત દાવા કરવામાં આવતા રહ્યા છે. આ અંગે સરકાર તરફથી પણ વારંવાર નક્કર વૈજ્ઞાનિક અને ટેસ્ટીંગ પરિણામો સાથે સ્પષ્ટતા કરવામાં આવે છે.