Bengal Budget 2026: ભાજપ સરકાર પશ્ચિમ બંગાળમાં બેરોજગારોને મહિને રૂપિયા 3000 આપશે, નિવૃત્ત પત્રકારોને પણ 5000 પેન્શનની જાહેરાત

પશ્ચિમ બંગાળના નાણાં પ્રધાન સ્વપનદાસગુપ્તાએ 2026નું બજેટ રજૂ કર્યું, જેમાં ભાજપ સરકારે બેરોજગારો માટે 'ભરોસા યોજના' હેઠળ ₹3000 માસિક સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત, નિવૃત્ત પત્રકારોને ₹5000 પેન્શન અને વૃદ્ધાવસ્થા, વિધવા, દિવ્યાંગ પેન્શનમાં ₹500નો વધારો કરાયો, તેમજ આયુષ્યમાન ભારત માટે ₹3100 કરોડ ફાળવાયા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 22 Jun 2026 04:57 PM (IST)Updated: Mon, 22 Jun 2026 04:57 PM (IST)
bjp-government-in-west-bengal-will-give-rs-3000-every-month-to-unemployed-youth-also-announces-rs-5000-pension-to-retired-journalists

west bengal budget 2026: પશ્ચિમ બંગાળના નાણાં પ્રધાન સ્વપનદાસગુપ્તાએ સોમાવેરે રાજ્યનું બજેટ (West Bengal Budget 2026) રજૂ કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં ભાજપે સરકાર બન્યા બાદ પોતાના પ્રથમ બજેટમાં શુભેન્દુ અધિકારીએ રાજ્યના બેરોજગારોને મદદ માટે ભરોસા યોજના જાહેર કરી છે. નાણાં પ્રધાને રાજ્ય સરકારના બજેટમાં કહ્યું કે ભરોસા યોજના અંતર્ગત બેરોજગાર લોકોને દર મહિને રૂપિયા 3000 આર્થિક મદદ આપવામાં આવશે.


નિવૃત પત્રકારોને મળશે રૂપિયા 5000 માસિક પેન્શન

નાણાં પ્રધાન જણાવ્યું કે વૃદ્ધાવસ્થા, વિધવા અને દિવ્યાંગ પેન્શનમાં પણ રૂપિયા 500 દર મહિને વધારો કરવામાં આવ્યો છે. સ્વસ્થ ક્ષેત્રમાં સરકારે આયુષ્યમાન ભારતના અમલીકરણ માટે રૂપિયા 3,100 કરોડ ફાળવણી કરવામાં આવી છે, જેથી રાજ્યના આશરે 7 કરોડ લોકોને કવર કરવાની આશા છે. આ ઉપરાંત નિવૃત પત્રકારોને રૂપિયા 5000 માસિક પેન્શન આપવામાં આવશે. જ્યારે રાજકિય કારણોને લીધે જેલમાં રહેલા લોકોને રૂપિયા 10,000 દર મહિને પેન્શન આપવામાં આવશે.


ભરોસા યોજનાની શરતો

નાણામંત્રી સ્વપ્ન દાસગુપ્તાએ જણાવ્યું હતું કે રૂપિયા 1 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોના બેરોજગાર સ્નાતકોને દર મહિને રૂપિયા 3,000 મળશે. અન્ય પાત્ર બેરોજગાર વ્યક્તિઓને દર મહિને રૂપિયા 2,000 મળશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના ફક્ત એવા બેરોજગારોને જ લાભ આપશે જેઓ અન્ય કોઈપણ સામાજિક કલ્યાણ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી.