Best Phones Under 20000: 20 હજાર રૂપિયા કરતાં પણ સસ્તામાં મળી રહ્યા છે આ બેસ્ટ સ્માર્ટફોન, જાણો સેમસંગથી લઈને વીવોના ફોન વિશે

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 23 Oct 2023 02:08 PM (IST)Updated: Mon, 23 Oct 2023 02:08 PM (IST)
best-5g-phones-under-20000-in-2023-oneplus-nord-ce-3-vivo-y36-samsung-galaxy-m33-oppo-a78-check-full-list-of-best-smartphones-under-rs-20k

Best Mobile Phones Under 20000: આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન મળી આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં સ્માર્ટફોન એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જેને લઈને મોબાઇલ ફોનની માંગ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. ભારતીય માર્કેટમાં દરેક વ્યક્તિના બજેટ અનુસાર સ્માર્ટફોન મળી આવે છે. ત્યાર આ આર્ટિકલમાં જાણો 20 હજાર રૂપિયા કે તેથી ઓછી કિંમતના સેમસંગ, રેડમી, ઓપ્પો, વન પ્લસ અને વીવો કંપનીના સ્માર્ટફોન વિશે.

  • Samsung Galaxy M33 5G
    સેમસંગ ગેલેક્સી એમ33 5Gમાં બેસ્ટ પર્ફોર્મન્સ માટે Exynos 1280 ચિપસેટ આપવામાં આવી છે. ફોનમાં 6.6 ઇંચની મોટી ડિસ્પ્લે અને 6GB રેમ સાથે 128GB ઇન્ટરનલ સ્ટોરેજ છે.ફોનમાં રિયરમાં 50MP પ્રાઈમરી કેમેરા સાથે 6000mAh બેટરી આપવામાં આવી છે.આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 16,999 રૂપિયા રાખવામાં આવી છે.
  • OnePlus Nord CE 3 Lite
    વનપ્લસના આ સ્માર્ટફોનમાં બેસ્ટ પર્ફોર્મન્સ માટે સ્નેપડ્રેગન 695 ચિપસેટ આપવામાં આવી છે. ફોનમાં 6.72 ઇંચની ફુલ એચડી + ડિસ્પ્લે અને 108MP પ્રાઈમરી કેમેરા સાથે 5000mAh બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનની કિંમત 19,999 રૂપિયા છે.
  • Oppo A78 5G
    ઓપ્પો A78 5Gને બે સ્ટોરેજ ઓપ્શન 6GB અને 8GB રેમ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં પાવરફુલ પરફોર્મન્સ માટે Snapdragon 4 Gen 1 ચિપસેટ, 48MP પ્રાઇમરી કેમેરો અને 6.67 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે.
  • Vivo Y36
    વીવો વાય36 સ્માર્ટફોનમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે રિયરમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 6.4 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે.
  • Redmi 12 5G
    રેડમી 12 5Gમાં 6.78 ઇંચની બિગ ડિસ્પ્લે, પાવરફુલ પરફોર્મન્સ માટે Snapdragon 4 Gen 2 ચિપસેટ અને 50MP પ્રાઈમરી કેમેરો આપવામાં આવ્યો છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.