Bank Strike News:3 દિવસની બેંક હડતાળ, SBIએ ગ્રાહકોને એલર્ટ કરી આપી આ ખાસ સલાહ

Bank Strike:ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ 28થી 30 સપ્ટેમ્બર 2026 સુધી સૂચિત ત્રણ દિવસની દેશવ્યાપી બેંક હડતાળને લઈ ગ્રાહકો માટે નવી સલાહ આપી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 20 Sep 2026 01:18 PM (IST)Updated: Sun, 20 Sep 2026 01:18 PM (IST)
bank-strike-3day-bank-strike-sbi-alerts-customers

Bank Strike:ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ 28થી 30 સપ્ટેમ્બર 2026 સુધી સૂચિત ત્રણ દિવસની દેશવ્યાપી બેંક હડતાળને લઈ ગ્રાહકો માટે નવી સલાહ આપી છે. આ હડતાળ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ એટલે કે UFBU તરફથી પ્રસ્તાવિત છે. SBIએ ગ્રાહકોને કહ્યું છે કે તે હડતાળની તારીખો અગાઉ જરૂરી બેન્કિંગ કામ પૂરી કરી લે, જેથી કોઈ પ્રકારની પરેશાનીથી બચી શકાય.

SBIએ 28થી 30 સપ્ટેમ્બર સુધી સૂચિત ત્રણ દિવસની દેશવ્યાપી બેંક હડતાળ અગાઉ ગ્રાહકોને જરૂરી કામ નિપટાવવાની સલાહ આપી છે. આ હડતાળ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ એટલે કે UFBU તરફથી પ્રસ્તાવિત છે. આ અગાઉ UFBUએ 11 સપ્ટેમ્બરના રોજ એક દિવસની દેશ વ્યાપી હડતાળ કરી હતી. આ ઉપરાંત 26 ઓક્ટોબરથી સતત હડતાળનો કાર્યક્મ પણ પ્રસ્તાવિત કરી છે.

SBIએ ગ્રાહકોને કહ્યું છે કે હડતાળની તારીખો અગાઉ જરૂરી બેન્કિંગ વ્યવહારો પૂરા કરી લેવા. વિશેષ કરીને એવા કાર્યો કે જેના માટે બેન્ક શાખા જવાની અથવા બેન્ક કર્મચારીઓની મદદ જરૂરી હોય છે તેને પૂરા કરી લેવા.

જે ગ્રાહકો પાસે દસ્તાવેજો કે અન્ય શાખા-આધારિત કામ બાકી છે તેમને 28 સપ્ટેમ્બર માટે અગાઉથી આયોજન કરવા કહેવામાં આવ્યું છે. SBI એ જણાવ્યું છે કે તે હડતાળ દરમિયાન આવશ્યક બેંકિંગ સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરશે. જોકે, કર્મચારીઓની ભાગીદારીના આધારે શાખા કામગીરી પ્રભાવિત થઈ શકે છે.