Bank Holidays In September:સપ્ટેમ્બર મહિનામાં બેન્ક ગ્રાહકો માટે મોટી સંખ્યામાં રજાઓ રહેશે. વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારો અને વિશેષ કરીને પ્રસંગોને લીધે બેંકની શાખાઓ વિવિધ તારીખો પર બંધ રહેશે. આ સંજોગોમાં જો તમે બેંકની શાખામાં જઈને જરૂરી કામ કરવા ઈચ્છતા હોય તો આ માટે સૌ પ્રથમ તમારે રજાઓની તારીખોને જાણી લેવી જોઈએ.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ની હોલિ-ડે કેલેન્ડર (Holiday Calendar)પ્રમાણે બેંકની રજાઓ સમગ્ર દેશમાં એક જેવી નથી હોતી. કોઈ રાજ્ય અથવા શહેરમાં બેંક બંધ હોઈ શકે છે. જ્યારે તે દિવસે અન્ય રાજ્યોમાં બેંક સામાન્ય રીતે ખુલ્લી રહી શકે છે. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં આવતા રવિવાર સાથે બીજા અને ચોથા શનિવારે પણ બેંક બંધ રહેશે. આ માટે મહિનાની શરૂઆતમાં જ જરૂરી બેન્કિંગ કામનું પ્લાનિંગ કરવું જરૂરી છે.
4 સપ્ટેમ્બરના રોજ આ રાજ્યોમાં બેંક બંધ
4 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી નિમિતે ગુજરાત, મિઝોરમ, મધ્ય પ્રદેશ, ઓડિશા, ચંડીગઢ, તમિલનાડુ, ઉત્તરાખંડ, સિક્કીમ, તેલંગાણા, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, કેરળ, પશ્ચિંમ બંગાળ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મેઘાલય, હિમાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં બેંક શાખા બંધ રહેશે.
12 સપ્ટેમ્બરના રોજ આસામમાં શ્રીમંત શંકરદેવની તિરુભાવ તિથિ પ્રસંગે બેંકોમાં રજા રહેશે. 14 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, તેલંગાણા, ગોવા અને આંધ્ર પ્રદેશમાં બેંકમાં રજા રહેશે. જ્યારે 15 સપ્ટેમ્બરના રોજ ગુજરાત અને ઓડિશામાં સંવત્સરી અને નુઆખાઈને લીધે બેંક બંધ રહેશે. આ ઉપરાંત ગોવામાં ગણેશ ચતુર્થીના બીજા દિવસે બેંક શાખામાં રજા રહેશે.
બેંકોની શાખા બંધ રહેવાનો અર્થ એવો નથી કે બેન્કિંગ સર્વિસિસ સંપૂર્ણપણે અટકી જશે. ગ્રાહકો સામાન્ય રીતે ATM, UPI, ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ જેવી ડિજિટલ સર્વિસિસનો ઉપયોગ કરી શકે છે.
