Bank Holidays January 2026: આજે બેંકો ખુલ્લી છે કે બંધ? જાણો 14 અને 15 જાન્યુઆરીએ ગુજરાત સહિત કયા રાજ્યોમાં રહેશે રજા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓની યાદી મુજબ, આ અઠવાડિયે 14 થી 16 જાન્યુઆરી દરમિયાન વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેવાની છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 14 Jan 2026 09:03 AM (IST)Updated: Wed, 14 Jan 2026 09:03 AM (IST)
bank-holidays-january-2026-banks-closed-for-pongal-uttarayan-lohri-makar-sankranti

January 2026 Bank Holiday List: જાન્યુઆરી મહિનામાં તહેવારોની હારમાળા શરૂ થઈ ચૂકી છે. મકરસંક્રાંતિ, પોંગલ અને લોહરી જેવા મોટા તહેવારોને કારણે દેશભરના બેંક ગ્રાહકોમાં અસમંજસ છે કે આજે તેમના શહેરમાં બેંકો કાર્યરત રહેશે કે કેમ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓની યાદી મુજબ, આ અઠવાડિયે 14 થી 16 જાન્યુઆરી દરમિયાન વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેવાની છે.

આજે 14 જાન્યુઆરીએ ક્યાં રાજ્યોમાં રજા?

RBI ના સત્તાવાર હોલિડે કેલેન્ડર અનુસાર, આજે બુધવાર, 14 જાન્યુઆરી, 2026 ના રોજ દેશના ઘણા ભાગોમાં બેંકિંગ કામગીરી બંધ રહેશે. ખાસ કરીને ગુજરાત, ઓડિશા, આસામ અને અરુણાચલ પ્રદેશમાં મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) અને માઘ બિહુના પર્વને કારણે બેંકોમાં રજા રહેશે.

આવતીકાલે 15 જાન્યુઆરીએ ક્યાં રહેશે રજા?

આવતીકાલે એટલે કે 15 જાન્યુઆરી, ગુરુવારના રોજ પણ દક્ષિણ અને પૂર્વ ભારતના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. પોંગલ અને મકરસંક્રાંતિના કારણે કર્ણાટક, તમિલનાડુ, સિક્કિમ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 15 જાન્યુઆરીએ બેંકોમાં રજા રહેશે.

રાજ્ય મુજબ બદલાય છે રજાઓ

ગ્રાહકોએ ખાસ નોંધ લેવી કે આ બેંક રજાઓ રાષ્ટ્રીય રજાઓ નથી. RBI ના 'નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ' હેઠળ અલગ-અલગ રાજ્યોના સ્થાનિક તહેવારો અને રીત-રિવાજોના આધારે રજાઓ નક્કી કરવામાં આવે છે. તેથી, એક રાજ્યમાં બેંક બંધ હોય તો બીજા રાજ્યમાં તે રાબેતા મુજબ ચાલુ હોઈ શકે છે. જોકે, બેંક હોલિડે દરમિયાન શાખાઓ બંધ હોવા છતાં, ગ્રાહકો નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને ATM જેવી ડિજિટલ સેવાઓનો ઉપયોગ રાબેતા મુજબ કરી શકશે.