PNB Bank Fraud: બેન્કમાં જમા તમારી મહેનતની કમાણી કેટલી સુરક્ષિત છે તે બાબત જાણવી ખૂબ જ મહત્વની છે.કારણ કે ગ્રેટર નોઈડામાં પંજાબ નેશનલ બેન્ક સાથે સંકળાયેલ રૂપિયા 10.24 કરોડની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. CBIએ આ કેસમાં બેન્કના કર્મચારી સહિત બે લોકોની ધરપકડ કરી છે.
પંજાબ નેશનલ બેન્ક (PNB) સાથે સંકળાયેલ છેતરપિંડીના કેસમાં ઉત્તર પ્રદેશ ગ્રેટર નોઈડામાં બેંકના ગ્રાહકોના ખાતામાંથી રૂપિયા 10.24 કરોડની ગેરકાયદેસર રીતે ઉપાડ કરવામાં આવ્યો છે. આ કેસમાં CBIએ બેન્કના અધિકારી તરીકે કામ કરી રહેલ એક વ્યક્તિની ધરપકડ કરી છે.
કેવી રીતે થઈ કરોડો રૂપિયાની છેતરપિંડી
CBIની શરૂઆતી તપાસમાં માલુમ થયું છે કે બેન્ક કર્મચારી ગ્રાહકોના ખાતામાંથી મંજૂરી વગર પૈસા ઉપાડવા આશુતોષ કુમાર પાઠકના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતા. એજન્સીને આશંકા છે કે આ પૂરા ખેલ બેન્ક કર્મચારીને આશુતોષ અને કેટલાક અન્ય અજ્ઞાત લોકો સાથે મળી કામ કર્યુ છે.આ કેસમાં 29 ઓક્ટોબરના CBI ફરિયાદ મળ્યા બાદ કેસ નોંધાયો હતો.
કઈ તપાસ થઈ રહી છે
CBIએ અત્યારે આ કેસમાં આર્થિક વ્યવહાર અને અન્ય અજ્ઞાત લોકોની ભૂમિકા અંગે વધુ માહિતી રજૂ કરી નથી. એજન્સીએ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. તપાસમાં એ બાબત પણ જાણવાનો પ્રયત્ન થશે કે ગ્રાહકોના ખાતામાંથી પૈસા કેવી રીતે ઉપાડવા અને આ છેતરપિંડીમાં કોણ કોણ સામેલ હતું.
