Apollo Hospitals: અપોલો કેન્સર સેન્ટર્સ (ACCs), કેન્સરની અદ્યતન સંભાળમાં અગ્રણી છે, ફેફસાના કેન્સરની વહેલી તપાસ માટે ભારતનો પ્રથમ લંગલાઇફ સ્ક્રિનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ ગ્રાઉન્ડબ્રેકિંગ પહેલનો હેતુ ફેફસાના કેન્સર સામે લડવાનો છે, જે ભારતમાં થતા કેન્સરના 5.9% અને કેન્સર સંબંધિત મૃત્યુમાં 8.1% હિસ્સો ધરાવે છે. પ્રારંભિક તપાસથી વધુ સારી સારવારના પરિણામોમાં પ્રાપ્ત કરી અને જીવન બચાવવાના દરમાં વધારો કરી શકાય છે.
ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) દ્વારા કેન્સરના કેસ મૃત્યુદરના GLOBOCAN 2020ના અંદાજો દર્શાવે છે કે 2020માં અંદાજિત 1.8 મિલિયન મૃત્યુ (18%) ફેફસાંના કેન્સરના કારણે થયા હતા.
આ પણ વાંચો
સ્ક્રિનિંગ પ્રોગ્રામની વિશેષતા જોવામાં આવે તો દર્દીની નોંધણી અને દસ્તાવેજીકરણ, પલ્મોનોલોજિસ્ટ સાથે સંપર્ક, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ (PFT), ફેફસાના કેન્સરની વહેલી તપાસ માટે લો-ડોઝ સીટી સ્કેનનો સમાવેશ થાય છે.
અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજી ડૉ.રાહુલ જાલાને જણાવ્યું હતું કે,ફેફસાનું કેન્સર વૈશ્વિક સ્તરે સૌથી ભયંકર કેન્સરમાંનું એક છે, પરંતુ વહેલા નિદાનથી બચવાની તકોમાં નોંધપાત્ર વધારો થાય છે. અમારા લંગ-લાઇફ સ્ક્રિનિંગ પ્રોગ્રામ દ્વારા, અમે ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓને વહેલી તકે ઓળખી શકીએ છીએ, એડવાન્સ લો-ડોઝ સીટી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, જે ડાયગ્નોસ્ટિક ચોકસાઇને વધારીને રેડિયેશન એક્સપોઝરને ઘટાડે છે.
અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજી ડૉ. રૂષિત શાહે જણાવ્યું હતું કે,ફેફસાંનું કેન્સર શાંત ખતરો છે, ઘણી વખત માત્ર ત્યારે જ ખ્યાલ આવે છે જ્યારે તે ખૂબ જ ફેલાઇ ગયું હોય, તેથી વહેલું નિદાન અસરકારક સાબીત થાય છે. લંગ-લાઇફ સ્ક્રિનિંગ પ્રોગ્રામ દ્વારા અપોલો કેન્સર સેન્ટર ફેફસાના કેન્સરની સંભાળમાં ક્રાંતિ લાવી રહ્યું છે આ પ્રોગ્રામ કેન્સરને ઓળખવા અને દર્દી-કેન્દ્રિત સંભાળ સાથે ચોકસ નિદાનને જોડે છે, જે જીવન ટકાવી રાખવાના દરમાં નોંધપાત્ર સુધારો લાવે છે.
અપોલો હોસ્પિટલ અમદાવાદ, ગુજરાત રિજનના COO અને યુનિટ હેડ નીરજ લાલે જણાવ્યું હતું કે, ભારતમાં સૌપ્રથમ લંગ-લાઇફ સ્ક્રિનિંગ પ્રોગ્રામ શરૂ કરવા માટે અમે ગર્વ અનુભવીએ છીએ , આ ગ્રાઉન્ડબ્રેકિંગ પહેલ ઓન્કોલોજી કેરમાં અપોલો કેન્સર સેન્ટરના નેતૃત્વને દર્શાવે છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જીવન બચાવવાનો નથી પરંતુ વ્યક્તિગત રીતે તેમના સ્વાસ્થ્યને જાળવવા અને સશક્ત કરવાનો છે.
અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજી ડો.આકાશ શાહએ જણાવ્યું હતું કે, અપોલો કેન્સર સેન્ટરનો લંગ-લાઇફ સ્ક્રિનિંગ પ્રોગ્રામ ભારતમાં ફેફસાના કેન્સરના જોખમ માટે એક મહત્વનું પગલું છે. આ સ્ક્રિનિંગ પ્રોગ્રામ સાથે, અમે પ્રારંભિક તબક્કાની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જ્યાં અસરકારક સારવાર અને જીવન બચાવવાની શક્યતાઓ ઝડપથી વધી જાય છે. આ પ્રોગ્રામ અત્યાધુનિક લો-ડોઝ સીટી સ્કેન દ્વારા દર્દીની સલામતીને પ્રાથમિકતા આપી અને ચોક્કસ નિદાનની ખાતરી કરે છે.
