અમેરિકાની Bio-Synergyએ વર્લ્ડ હાર્ટ ડે પર અમદાવાદમાં DNA + એપિજેનેટિક્સ કિટ લોન્ચ કરી

બાયો-સિનર્જીએ કાઈનોરા લાઈફ સાયન્સીસ LLP સાથે મળીને વર્લ્ડ હાર્ટ ડે પર અમદાવાદમાં તેની DNA + એપિજેનેટિક્સ કિટ લોન્ચ કરી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 30 Sep 2026 09:27 PM (IST)Updated: Wed, 30 Sep 2026 09:27 PM (IST)
american-brand-biosynergy-launches-dna-epigenetics-kit-in-ahmedabad-on-world-heart-day

Bio-Synergy In Ahmedabad:અમેરિકાની જાણીતી હેલ્થ સાયન્સ બ્રાન્ડ 'બાયો-સિનર્જી' (Bio-Synergy) એ કાઈનોરા લાઈફ સાયન્સીસ LLPના માર્કેટિંગ અને વિતરણ સહયોગથી પોતાની પ્રખ્યાત DNA + એપિજેનેટિક્સ કિટ લોન્ચ કરીને ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે. વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે અમદાવાદ ખાતે  પ્રિવેન્ટિવ અને પર્સનલાઇઝ્ડ હેલ્થને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ટેસ્ટિંગ કિટનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બાયો-સિનર્જીના સ્થાપક ડેનિયલ હર્મેન, ગુજરાત ટાઇટન્સના સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચ સચિન રાણા, પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ પાર્થ અધ્યારૂ અને અપોલો હોસ્પિટલ્સના જિનેટિક કાઉન્સેલર રીના ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ નિષ્ણાતોએ માનવ દીર્ઘાયુષ્ય (Longevity) અને એડવાન્સ્ડ ટેસ્ટિંગ અંગેની પેનલ ચર્ચા દરમિયાન કિટનું લોન્ચિંગ કર્યું હતું.

પરંપરાગત DNA ટેસ્ટ માત્ર તમારા નિશ્ચિત જિનેટિક બંધારણની માહિતી આપે છે, જ્યારે આ કિટ એપિજેનેટિક જીન મિથાઇલેશન' માપે છે. આ ટેસ્ટિંગ દ્વારા જાણી શકાય છે કે વ્યક્તિની વર્તમાન જીવનશૈલી, આહાર અને પર્યાવરણ તેના Gene Expression અને તેની બાયોલોજીકલ એજ પર કેવી અસર કરે છે.

બાયો-સિનર્જીના સ્થાપક ડેનિયલ હર્મેને જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં રોગ અટકાવવાને સદા મહત્વ અપાયું છે. અમે માત્ર એક ટેસ્ટ નથી લાવી રહ્યા, પરંતુ લોકોને એ બતાવી રહ્યા છીએ કે તેમની રોજિંદી ટેવો તેમના શરીર અને બાયોલોજી પર કેવી અસર કરે છે.

ગુજરાત ટાઈટન્સના કોચ સચિન રાણા જણાવ્યું હતું કે લોકો અંદાજો લગાવીને બીજાના ફિટનેસ પ્લાન અનુસરે છે. આ કિટ તમારું શરીર કેવી રીતે પ્રતિભાવ આપે છે તે ચોક્કસાઈથી બતાવે છે, જેથી પરિશ્રમ સાચી દિશામાં થાય.

ન્યુટ્રિશનિસ્ટ પાર્થ અધ્યારૂએ જણાવ્યું હતું કે 300થી વધુ માર્કર્સના વિશ્લેષણથી હવે સામાન્ય સલાહ આપવાને બદલે વ્યક્તિના શરીરના વાસ્તવિક સંકેતોને આધારે ડાયેટ નક્કી કરી શકાશે.