Gold Buying Tips on Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયાના પ્રસંગ પર સોનાની ખરીદી (Gold Buy) કરવી શુભ માનવામાં આવે છે અને ઘણા લોકો આ દિવસે ગોલ્ડની ખરીદી કરે છે. ગયા વર્ષે અક્ષય તૃતીયા નિમિત્તે ગોલ્ડની ખરીદી સમયે પ્રતી 10 ગ્રામ રૂપિયા 95 હજાર ભાવ હતો, જે અત્યારે રૂપિયા 1.52 લાખ છે.
અક્ષય તૃતીયા આ વખતે 19મી એપ્રિલના રોજ છે એટલે કે ગયા વર્ષની અક્ષય તૃતીયાથી લઈ આ વર્ષ અક્ષય તૃતીયા સુધીમાં રોકાણ પર આશરે 60 ટકા વળતર આપી ચુક્યું છે. હવે આગામી સમયની વાત કરીએ તો આ વખતે નિષ્ણાતો અક્ષય તૃતીયામાં વળતરની દ્રષ્ટિએ રોકાણની સારી તક જોઈ રહ્યા છે.
આગામી વર્ષની અક્ષય તૃતીયા સુધીમાં સોનાના ભાવ કેટલા થશે
બજારના નિષ્ણાતોનું માનવું છે કે ગોલ્ડમાં આગામી સમયમાં નવી ઊંચી સપાટી સર્જાતા જોઈ શકાય છે. તેમનું માનવું છે કે આગામી અક્ષય તૃતીયા સુધીમાં સોનું રૂપિયા 2 લાખને પાર થઈ શકે છે. અક્ષય તૃતીયામાં ગોલ્ડની ખરીદીને લઈ કહેવામાં આવ્યું છે કે તેનાથી ગ્રોથ થતો જોવા મળી શકે છે. છેલ્લા સાત વર્ષથી સતત તેમાં તેજી જોવા મળી રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામની સંભાવના વચ્ચે સેન્ટીમેન્ટ સુધરી શકે છે અને ગોલ્ડને સપોર્ટ મળી શકે છે.
સતત ભાવમાં આવી રહી છે તેજી
સામાન્ય રીતે 18-20 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે, જોકે ગોલ્ડ જાન્યુઆરીમાં આશરે નોંધપાત્ર ગગડી ગયું હતું, છેલ્લા બે-ત્રણ મહિનામાં તે સતત ઘટાડા તરફથી વલણ દર્શાવતું હતું, જોકે હવે આ કરેક્શનનો સમય પૂરો થઈ રહ્યો છે. હવે જો સોનાના ભાવમાં ઘટાડો આવશે તો પણ તે મર્યાદિત રહેશે.
ત્રણથી પાંચ વર્ષમાં રૂપિયા 3 લાખ થઈ શકે છે સોનું
આગામી ત્રણથી પાંચ વર્ષમાં સોનું રૂપિયા 3 લાખને પાર પહોંચી શકે છે. બેથી ત્રણ મહિનામાં સોનામાં એકંદરે તેજીમય સ્થિતિ જોવા મળે, તેમાં એકંદરે કન્સોલિડેટ ફેઝની સ્થિતિ જોવા મળી શકે છે.
