India Post Bonus:રેલવે બાદ પોસ્ટ ઓફિસના કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, 60 દિવસનું મળશે બોનસ, ખાતામાં રૂપિયા 14 હજાર આવશે

India Post Bonus:દિવાળી અગાઉ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારી માહિતી સામે આવી છે. રેલવે બાદ હવે પોસ્ટ ઓફિસ વિભાગે પણ તેના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 17 Oct 2026 07:04 PM (IST)Updated: Sat, 17 Oct 2026 07:04 PM (IST)
after-the-railways-diwali-gift-for-postal-department-employees-they-will-receive-a-60day-bonus

India Post Bonus:દિવાળી અગાઉ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારી માહિતી સામે આવી છે. રેલવે બાદ હવે પોસ્ટ ઓફિસ વિભાગે પણ તેના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. પોસ્ટ ઓફિસે નાણાકીય વર્ષ 2025-2026 માટે યોગ્યતા ધરાવતા કર્મચારીઓને 60 દિવસનો પગારની સમકક્ષ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ(PLB) તેને મંજૂરી આપી છે. કેલક્યુલેશન પ્રમાણે પોસ્ટ ઓફિસના કર્મચારીઓના ખાતામાં રૂપિયા 14 હજાર આવી શકે છે.

પોસ્ટ ઓફિસ તરફથી શુક્રવારે 16 ઓક્ટોબર 2026ના રોજ ઈશ્યુ કરવામાં આવેલ આદેશમાં બોનસ ચુકવણી સંબંધિત નિયમો તથા યોગ્યતાની માહિતી આપી છે. આ આદેશને નાણાં મંત્રીની મંજૂરી પણ મળી છે. એટલે કે પોસ્ટ ઓફિસના કર્મચારીઓને દિવાળી અગાઉ બોનસ મળશે. 

કયા કર્મચારીઓને મળશે બોનસ

  • નિયમિત કર્મચારીઃ મલ્ટી ટાસ્કીંગ ટાસ્ક(MTS), ગ્રુપ C અને બિન-રાજપત્રિત ગ્રુપ Bના કર્મચારી.
  • ગ્રામીણ ડાક સેવક(GDS): નિયમિત રીતે કામ કરનાર યોગ્યતા ધરાવતા ગ્રામીણ ડાક સેવક.
  • હંગામી કર્મચારીઃ નિર્ધારિત શરતોને પૂરી કરનાર પૂર્ણકાલિક કેજ્યુઅલ લેબર અને હંગામી ધોરણે કેજ્યુઅલ કર્મચારી 
  • નિયમિત કર્મચારીઓને 60 દિવસના પગારની સમકક્ષ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ આપવામાં આવશે. જ્યારે ગ્રામીણ ડાક સેવકને નિયમ પ્રમાણે એક્સ-ગ્રેશિયા બોનસ અને પાત્ર હંગામી કર્મચારીઓને એડ-હોક બોનસ મળશે.

કેટલા રૂપિયા મળશે બોનસ

પોસ્ટ વિભાગના નિયમિત કર્મચારીઓના બોનસની ગણતરી માટે માસિક વેતનની અવધિ મર્યાદા રૂપિયા 7000 સુધી કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2025-2026 દરમિયાન દરેક મહિને મળનાર યોગ્ય પગારને આ મર્યાદાના આધાર પર ગણવામાં આવશે.

પૂરા વર્ષ યોગ્ય રહેલ કર્મચારી માટે 60 દિવસના બોનસની ગણતરી આ પ્રકારથી સમજી શકાય છેઃ

  • ગણતરી માટે માસિક પગાર: 7,000 રૂપિયા
  • એક દિવસનો અંદાજીત પગાર: 7,000 ÷ 30 = 233.33 રૂપિયા
  • 60 દિવસનું બોનસઃ આશરે રૂપિયા 14000

આ અવધી હેઠળ નિર્ધારિત પગાર મર્યાદાના આધાર પર પૂરા વર્ષ યોગ્યતા રહેવા નિયમિત કર્મચારીને આશરે રૂપિયા 14,000નું બોનસ મળી શકે છે. હકીકત ચુકવણી કર્મચારી યોગ્યતા, સંબંધિત અવધિના પગાર અને લાગુ નિયમો પ્રમાણે નક્કી થશે.