Adani Total Gas reduce CNG-PNG Price: અદાણી ગ્રુપ અને ફ્રાન્સની ઊર્જા કંપની ટોટલ એનર્જીસની સંયુક્ત સાહસ અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL)એ અનેક બજારોમાં CNG અને રસોઈ માટે વપરાતા પાઈપથી મળતા કુદરતી ગેસની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.તેનાથી ગ્રાહકો તથા વાહન ચાલકોને સીધી રાહત મળી છે.
કંપનીએ જણાવ્યું હતું કે CNG અને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ની કિંમતોમાં મહત્તમ રૂપિયા 4 સુધી ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા કરવામાં આવેલા ઐતિહાસીક ડ્યુટી સંબંધિત સુધારાને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ગેસ ટ્રાન્સપોર્ટેશન ડ્યુટીને સુવ્યવસ્થિત કરવામાં આવ્યા છે, જેથી સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટરનો ખર્ચ ઘટશે.
ATGLએ કહ્યું છે કે કિંમતોમાં ઘટાડો વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ છે, જે પરિવહન ઝોન પર આધારિત છે. ગુજરાત તથા નજીકના રાજ્યો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રમાં CNG હવે 50 પૈસાથી રૂપિયા 1.90 પ્રતી કિલો સસ્તો થઈ ગયો છે. જ્યારે PNGની કિંમતમાં મહત્તમ રૂપિયા 1.10 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ઘટાડો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો
રાજસ્થાન, પંજાબ, હરિયાણા-NCR, ઉત્તર મધ્ય પ્રદેશ તથા તેની નજીક ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં CNGની કિંમત રૂપિયા 1.40થી રૂપિયા 2.55 પ્રતી કિલોગ્રામ સુધી ઘટાડો કરવામાં આવ્યો છે. તે PNG રૂપિયા 1.10થી રૂપિયા 4 પ્રતી સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર સુધી સસ્તો થયો છે. આ ઉપરાંત મધ્ય તથા પૂર્વી ભારતમાં CNGની કિંમતોમાં રૂપિયા 1.81થી રૂપિયા 4.05 પ્રતી કિલોગ્રામ ઘટાડો કરવામાં આવ્યો છે. અને PNGની કિંમતમાં મહત્તમ રૂપિયા 4 પ્રતી સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ઘટાડો થયો છે.
આ સુધારાનું સ્વાગત કરતા ATGLના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને CEO સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે આ પગલાથી નેચરલ ગેસ વધુ સસ્તું બનશે અને ઘરગથ્થુ અને પરિવહન ક્ષેત્રમાં સ્વચ્છ ઇંધણનો ઉપયોગ ઝડપી બનશે. સુધારેલા ટેરિફ 1 જાન્યુઆરીથી અમલમાં આવેલા છે.
