Adani Group US Sanctions settlement: ભારતની અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઈસિસે ઈરાન સાથે સંકળાયેલ પ્રતિબંધનું ઉલ્લંઘન કરવાને લગતા આરોપોમાં અમેરિકાની સરકાર સાથે સમજૂતી કરી લીધી છે. અમેરિકાની સરકારની માહિતી પ્રમાણે કંપનીએ ઈરાનના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવાને લગતા કેસમાં યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કન્ટ્રોલ (OFAC)ને27.5 કરોડ ડોલર ચુકવણી માટે સહમતિ વ્યક્ત કરી છે.
આ સાથે અમેરિકાના ન્યાય વિભાગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી તથા તેમના ભત્રીજા સાગર અદાણીની વિરુદ્ધ તમામ ગુનાહિત આરોપોને કાયમી ધોરણે પરત ખેંચી લીધા છે. તેને પગલે હવે ન્યૂયોર્કમાં ચાલી રહેલા સિક્યુરિટીઝ તથા છેતરપિંડીને લગતા કેસોનો હવે અંત આવી ગયો છે. અમેરિકાના પ્રોસિક્યુટર્સે કોર્ટમાં દાખલ દસ્તાવેજોમાં કહ્યું છે કે તેઓ હવે આ આરોપોને આગળ વધારવા માટે સક્ષમ નથી. આ સાથે જ અમેરિકામાં અદાણી ગ્રુપ સામે ચાલી રહેલા સંબંધિત તમામ કેસો છેલ્લા કેટલાક દિવસોમાં જ બંધ કરી દેવામાં આવ્યા છે.
ખોટું કામ કર્યાંનો ઈન્કાર કે સ્વીકાર ન કરાયો
અલબત આ કેસમાં રસપ્રદ બાબત એ છે કે ખોટું કામ કર્યાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી કે પછી તેને લઈ ઈન્કાર પણ કરવામાં આવ્યો નથી. આ સાથે LPGની આયાતમાં ઈરાન પર લાગેલા અમેરિકાના પ્રતિબંધોનું ઉલ્લંઘન સંબંધિત તમામ આરોપોનો ઉકેલ આવી ગયો છે.
અદાણી ગ્રુપ અમેરિકામાં 10 અબજ ડોલર રોકાણ કરી શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી તરફથી કોર્ટમાં કેસ લડી રહેલા વકીલ કે જેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પર્સનલ વકીલ પણ છે તેમણે ગયા મહિને કહ્યું હતું કે તેમના ક્લાઈન્ટ એટલે કે અદાણી ગ્રુપ અમેરિકામાં 10 અબજ ડોલરનું જંગી રોકાણ કરવા ઈચ્છે છે પણ કેસ ચાલી રહ્યા છે ત્યા સુધી આ રોકાણ માટે આગળ વધી શકે તેમ નથી.
265 મિલિયન ડોલરની લાંચ માટે ષડયંત્ર રચવાનો આરોપ લાગેલો
આ સાથે જ તપાસમાં વ્યાપક સહયોગ કરવા તેમ જ સક્રિય રીતે માહિતીનું આદાન-પ્રદાન કરવાને લગતી માહિતી પણ સામે આવી છે. હકીકતમાં વર્ષ 2024ના અંત ભાગમાં SEC અને DOJ દ્વારા અદાણી પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપ હતો કે ભારતીય અધિકારીઓ સાથે મળી 265 મિલિયન ડોલરની લાંચ માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
બીજીબાજુ કંપનીનું કહેવું છે કે આ સમજૂતી કોઈ પ્રકારના દોષસિદ્ધિ અથવા તો અયોગ્ય કાર્યની પૃષ્ટી નહીં કરવા અને તેની સાથે સંકળાયેલ તમામ બાકી ચુકવણીનો ઉકેલ કરી આપે છે.
OFACના આદેશમાં શું કહેવામાં આવ્યું
કંપનીએ વર્ષ 2023થી જૂન 2025 દરમિયાન દુબઈના એક કારોબારી પાસેથી LPG ખરીદી કરી હતી. તે કારોબારીએ પોતાને ઓમાન અને ઈરાનથી ગેર સપ્લાઈ કરનાર મધ્યસ્થ ગણાવેલ. જોકે, તપાસમાં સામે આવ્યું હતું કે બજારમાં પ્રવેશ કરવા માટે ગેસની ખરી અયોગ્ય સપ્લાઈ તો ઈરાન સાથે સંકળાયેલ હતી.
OFACના આદેશ પ્રમાણે AELના LPG આયાત સંબંધિત કોઈ પણ પક્ષ પર તે સમયે પ્રતિબંધ લાગ્યો ન હતો અને કંપનીને ઉપલબ્ધ કરાવેલ કોઈ પણ દસ્તાવેજમાં LPG ઈરાનથી હોવાના સ્પષ્ટ સંકેત મળ્યાની કોઈ માહિતી ન હતી. અલબત OFACએ કહ્યું હતું કે AEL અને અદાણી પોર્ટ્સ એન્ડ SEZની પ્રતિબંધ વ્યવસ્થામાં આવા જોખમોને સંપૂર્ણપણે દૂર કરનાર વધારાના ઉપાયોનો અભાવ હતો.
