Gautam Adani: અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તેમના પહેલા ટ્રેડમાં કેટલું કમિશન મળેલુ તે સહિતની અનેક રસપ્રદ માહિતી આપી

અમદાવાદ સ્થિત અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગૌતમ અદાણી સોમવારે બાળકોને મળ્યા હતા. તેમણે કહ્યું કે મને આજે પણ એ દિવસ યાદ છે કે જ્યારે હું એક જાપાની ખરીદદારની સાથે પહેલો વ્યાપાર કર્યો

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 22 Jan 2025 10:48 PM (IST)Updated: Wed, 22 Jan 2025 10:48 PM (IST)
adani-group-chairman-adani-first-business

Gautam Adani Story: અદાણી ગ્રુપના ચેરમે ગૌતમ અદાણી ખૂબ જ નાની ઉંમરમાં મોટી જવાબદારી સંભાળી લીધી હતી. તેમણે ફકત 19 વર્ષની ઉંમરમાં બિઝનેશની શરૂઆત કરી અને રૂપિયા 10,000 કમીશન પેટે કમાણી કરી હતી. અહીથી અગ્રણી ઉદ્યોગપતિએ નવી જીંદગીની શરૂઆત કરી.

અમદાવાદમાં જન્મેલા ગૌતમ અદાણી 16 વર્ષની ઉંમરમાં મુંબઈ જતા રહ્યા હતા અને એક ડાયમંડ એસોર્ટમેન્ટ કંપનીનો ભાગ બની ગયા હતા. તેઓ જલ્દીથી આ બિઝનેસની ગહેરાઈને સમજવામાં સફળ રહ્યાં. આશરે ત્રણ વર્ષમાં જ તેમણે મુંબઈમાં પોતાની ડાયમંડ ટ્રેડિંગ બ્રોકરેજની શરૂઆત કરી.

આ સંજોગોમાં થઈ શરૂઆત
અમદાવાદ સ્થિત અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગૌતમ અદાણી સોમવારે બાળકોને મળ્યા હતા. તેમણે કહ્યું કે મને આજે પણ એ દિવસ યાદ છે કે જ્યારે હું એક જાપાની ખરીદદારની સાથે પહેલો વ્યાપાર કર્યો હતો. હું રૂપિયા 10 હજારના કમીશનની કમાણી કરી હતી. હું 19 વર્ષનો હતો અને આ એક ઉદ્યમીના સ્વરૂપમાં મારી યાત્રાની શરૂઆત હતી. આ વર્ષ 1981ની વાત છે.

મારા ભાઈને મદદ કરી
મુંબઈમાં વ્યવસાયની ઝીણવટભરી બાબતો શીખ્યા પછી તેઓ ટૂંક સમયમાં ગુજરાત પાછા ફર્યા અને તેના મોટા ભાઈને પીવીસી ફિલ્મ ફેક્ટરી ચલાવવામાં મદદ કરી. વર્ષ 1988માં તેમણે અદાણી એક્સપોર્ટ્સ નામના કોમોડિટી ટ્રેડિંગ સાહસની સ્થાપના કરી અને વર્ષ 1994માં શેરબજારમાં લિસ્ટીગ કરાવ્યું. હવે આ પેઢીનું નામ અદાણી એન્ટરપ્રાઇઝ છે.

અનેક સેક્ટર્સમાં ફેલાયેલ કારોબાર
આશરે એક દાયકા બાદ તેમણે ગુજરાતના તટ પર મુંદ્રા પોર્ટનું સંચાલન શરૂ કર્યું. તેમણે પોતાના કારોબારને એટલો વધાર્યો કે ભારતના સૌથી મોટા પોર્ટ ઓપરેટર બની ગયા. પોતાના સામ્રાજ્યના ઝડપી વિસ્તારણ કર્યું અને વીજળી ઉત્પાદન, ખાણ, ખાદ્ય તેલ, ગેસ વિતરણ, ઈનોવેટીવ એનર્જીના અગ્રણી બની ગયા. આજે અદાણી ગ્રુપ એરપોર્ટ, સિમેન્ટ તથા મીડિયાથી લઈ અનેક સેક્ટરમાં ફેલાયેલ છે.