Electronics Price Hike:1લી ઓક્ટોમ્બરથી AC, ફ્રીઝ, TV અને વોશિંગ મશીન સહિત અન્ય પ્રોડક્ટ્સ મોંઘા થઈ જશે. કોપર, સ્ટીલ અને અન્ય ઉત્પાદનોની કિંમતોમાં તેજી અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને લીધે ચલણમાં વધઘટથી કંપનીઓ આ પ્રોડક્ટની કિંમતમાં પાંચથી આઠ ટકા વધારો કરવા જઈ રહી છે.
કેલેન્ડર વર્ષ 2026માં આ ત્રીજી વખત છે કે જ્યારે કંપનીઓ કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે. કંપનીઓ એર-કન્ડીશનની કિંમતોમાં પાંચ ટકાથી આઠ ટકાનો વધારો કરવાની છે, જ્યારે અન્ય કંપનીઓએ વોશિંગ મશીન, રેફ્રીજરેટર અને LEDની કિંમતોમાં 3-4 ટકા વૃદ્ધિ કરવાનો નિર્ણય કર્યો છે.
જોકે કેટલીક કંપનીઓને ડર છે કે આ વૃદ્ધિથી તહેવારોની માંગ પર અસર કરી શકે છે. એવી જ રીતે અન્ય કેટલીક કંપનીઓનું માનવું છે કે કિંમતોમાં વૃદ્ધિની અસર વેચાણ પર નજીવી અસર થશે, કારણ કે ડીલરો અને ડિસ્ટ્રીબ્યુટરોએ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અગાઉથી જ બુકિંગ મારફતે જૂની કિંમતો પર ખરીદી કરાયેલ ઈન્વેન્ટ્રી સ્ટોક કરી લીધો છે.
કઈ બ્રાન્ડ્સની કિંમતોમાં વધારો થયો?
બ્લૂ સ્ટાર, ગોદરેજ એપ્લાયન્સિસ, હાયર, ડાઈકિન તથા સુપર પ્લાસ્ટ્રોનિક્સે અગાઉથી જ વિવિધ કેટેગરીમાં ચાથી દસ ટકા સુધી કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જોકે, પેનાસોનિકે કહ્યું છે કે તે કોઈ પણ ભાવ વધારા અંગે નિર્ણય કરતાં પહેલા તમામ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે.
સૂત્રોના મતે LG અને Bash Home Comfort (તેની પાસે હિટાચી બ્રાન્ડેડ એર કન્ડિશનરની માલિકી હક્ક છે)ને પણ ACની કિંમતોમાં સતત પાંચ ટકાની વૃદ્ધિ કરી દે છે.કેટલી મોંટી છે કિંમત
એક એર કન્ડીશનમાં ત્રણથી ચાર કિલો કોપરની જરૂરિયાત હોય છે તે અંગે પ્રેસિડેન્ટ એનએસ સતીશનું કહેવું છે કે કિંમત ગયા વર્ષે 8,000-9,000 ડોલર પ્રતિ મેટ્રિક ટન હતી, જોકે હવે આ 14,500 ડોલર મેટ્રિક ટન પહોંચી ગઈ છે. કિંમત વધારે વધવાની શક્યતા છે.
