Gold Rhenium Powder:ભારતીય લોકો કે જેઓ સોનામાં રોકાણ કરતા હોય છે તેમના માટે આ માઠા સમાચાર આવ્યા છે. ભારતમાં સોનામાં ભેળસેળનું એક નવું કૌભાંડ સામે આવ્યું છે. રેનિયમ પાઉડર કે જે ચીનમાંથી આયાત કરવામાં આવે છે તેને સોના સાથે મિશ્રિત કરવામાં આવે છે. આ પાઉડર સોનાનો વજન પણ વધારે છે.
પાઉડરની વિશેષતા
આ પાઉડરની વિશેષતા એ છે કે સામાન્ય તપાસ મશીન અને હોલમાર્કિંગ સેન્ટરથી પણ તેની ઓળખ કરવામાં નિષ્ફળતા મળી છે. આ ઉપરાંત કેટલાક કિસ્સામાં તો આ સોનું 24 કેરેટ સોનાની શુદ્ધતા તપાસમાં મંજૂરી મળી ગયેલી.
અહેવાલો પ્રમાણે એક ગ્રામ રેનિયમ પાઉડરને 7.83 ગ્રામ 24 કેરેટ સોના સાથે મિશ્રિત કે ભેળસેળ કરવામાં આવે છે. તેને લીધે કૂલ વજન 8.83 ગ્રામ થઈ જાય છે અને તપાસમાં આ મિશ્રણને 24 કેરેટ સોના તરીકે જ ઓળખવામાં આવે છે.
અન્ય ધાતુની સાથે જ્વેલર્સ 22 કેટેરના આભૂષણ
આ ઉપરાંત ખાસ વાત એ છે કે તેમાં અન્ય ધાતુની સાથે જ્વેલર્સ 22 કેટેરના આભૂષણ તૈયાર કરી શકાય છે. જોકે આ આભૂષણને હોલમાર્કિંગ સેન્ટરમાં 22 કેરેટ સોના સ્વરૂપમાં પ્રમાણિત કરવામાં આવેલ હતા.
અહેવાલમાં દાવો
આ સાથે અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેની સાચા સોનાનું પ્રમાણ ફક્ત 81.73 ટકા હતું, જે આશરે 20 કેરેટ શુદ્ધતાની સમકક્ષ છે. આ આભૂષણ અનેક જ્વેલરી શો રૂમ તથા ટેસ્ટ ફેસિલિટીમાં ટેસ્ટમાં પાસ થઈ ગયા હતા.
