8th Pay Commission Update: 2024નું વર્ષ પુરુ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે 2025નું નવું વર્ષ 45 લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ જેટલા પેન્શનધારકો માટે મોટી રાહત લઈને આવી શકે છે.
હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ 8મું પગાર પંચ પરમ દિવસથી એટલે કે 1 જાન્યુઆરી, 2026થી લાગુ થવાની તૈયારીમાં હોય તેમ લાગી રહ્યું છે. આ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો મળીને 1.15 કરોડ જેટલા કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થામાં મોટો ફેરફાર થવાની આશા છે. જો કે હજુ સુધી પગાર પંચની ભલામણો જાહેર નથી કરવામાં આવી, પરંતુ તેની દરરોજ થતી અટકળો અને અંદાજાને કારણે કર્મચારીઓની આશા વધી ગઈ છે.
આ પણ વાંચો
વધતી જતી મોંઘવારીની સાથે-સાથે સરકાર બજેટને પણ ધ્યાનમાં રાખશે
કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે નવા પગાર પંચની રચના કરવામાં આવે છે. જે અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનને વધતી જતી મોંઘવારી, જીવન જરૂરી ખર્ચા અને આર્થિક પરિસ્થિતિને અનુરુપ વધઘટ કરવામાં આવે છે.
અગાઉ 1 જાન્યુઆરી, 2016ના રોજ 7મું પગાર પંચ લાગુ થયું હતુ. હવે તેની જગ્યાએ 8મું પગાર પંચ પણ ટૂંક સમયમાં લાગુ થવાનું છે. જો કે હજુ સુધી તેને લઈને કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી કરવામાં આવી. આ વખતે સરકાર વધતી જતી મોંઘવારીની સાથે-સાથે પોતાની આર્થિક સ્થિતિ એટલે કે બજેટને પણ ધ્યાનમાં રાખીને ભલામણ મંજૂર કરશે.
ફિટમેન્ટ ફેક્ટરની મુખ્ય ભૂમિકા રહેશે
પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરની મુખ્ય ભૂમિકા રહે છે. ન્યૂનતમ વેતનમાં થતાં ફેરફારને ફિટમેન્ટ ફેક્ટર કહે છે. છઠ્ઠા પગાર પંચના પગાર ધોરણમાં ન્યૂનતમ વેતન 7 હજાર હતુ. જેને 8માં પગાર પંચમાં વધારીને 18,000 કરવામાં આવ્યું હતુ. એટલે કે ફિટમેન્ટ ફેક્ટરમાં 2.57 ગણો વધારો કરાયો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ, 8માં પગાર પંચને લઈને થઈ રહેલા પ્રાથમિક અનુમાનો અનુસાર ફિટમેન્ટ ફેક્ટર 1.83 થી લઈને 2.57ની વચ્ચે રહી શકે છે.
એવામાં જો પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખશે, તો કેન્દ્રીય કર્મચારીઓનો ન્યૂનતમ પગાર 7મા પગાર પંચના બેઝીક પેથી સીધો 2.57 ગણો થઈ જશે.
