8th Pay Commission Calculation: મોદી કેબિનેટ દ્વારા 8માં પગાર પંચની રચનાને મંજૂરી મળ્યા બાદ હવે લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ પોતાના પગાર વધારાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
અગાઉ 7મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2016ના લાગુ થયું હતુ, જેનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2015ના રોજ પુરો થઈ ચૂક્યો છે. આ હિસાબે જોઈએ તો, 1 જાન્યુઆરી, 2026થી 8મું પગાર પંચ લાગુ થઈ જવું જોઈતુ હતુ, જેના કારણે કર્મચારીઓનો પગાર અને પેન્શનમાં સારો એવો વધારો જોવા મળતો. જો કે પગાર અને પેન્શનમાં વધારો ત્યારે જ મળશે, જ્યારે કમિશન પોતાનો રિપોર્ટ સબમિટ કરે, સરકાર તેને મંજૂર કરે અને નોટિફિકેશન જારી થાય.
પગાર પંચ લાગુ થવામાં વિલંબ થઈ શકે છે
આ મામલે સરકારે સામે ચાલીને જણાવ્યું હતું કે, મોટાભાગે પગાર પંચની ભલામણે દર 10 વર્ષ બાદ લાગુ કરવામાં આવે છે. આ ટ્રેન્ડને જોઈએ તો, 8મા પગાર પંચની ભલામણે સામાન્ય રીતે 1 જાન્યુઆરી, 2026થી થવી જોઈએ. એટલે કે, 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવવું જોઈએ, પરંતુ તેને લાગુ થવામાં વિલંબ થઈ શકે છે.
આપણે પહેલા પણ જોઈ ચૂક્યા છીએ કે, કમિશનને પોતાનો રિપોર્ટ તૈયાર કરવા માટે ઓછામાં ઓછા દોઢ વર્ષ સુધીનો સમય આપવામાં આવે છે. લાંબી વાટાઘાટો અને મંજૂરીઓની અંતે તેને લાગુ કરવામાં આવે છે. જેના કારણે ઘણીવાર પગાર પંચ ક્યારેય પણ પહેલાથી તેની નક્કી કરેલી તારીખથી લાગુ નથી થઈ શકતું.
જૂની તારીખથી ભલામણો લાગુ થશે
7માં પગાર પંચના કેસમાં પણ રિવાઈઝ્ડ સેલેરી અને પેન્શન જુલાઈ 2016થી લાગુ કરવામાં આવી હતી, પરંતુ કર્મચારીઓને જાન્યુઆરી 2016થી શરૂ થતી મુદ્દત માટે 6 મહિનાના એરિયર્સની ચૂકવણી કરવામાં આવી હતી. જો આવું જ 8માં પગાર પંચમાં પણ આવું જ રહેશે, તો 8માં પગાર પંચની ભલામણો પણ જાન્યુઆરી 2026થી રેટ્રોસ્પેક્ટિવ રહેશે. એટલે કે ગઈકાલથી જ ગણાશે.
જો 8મું પગાર પંચ પોતાની ભલામણો 2027ના અંત સુધીમાં સબમિટ કરશે, તો તેને લાગુ થવામાં 2028 સુધીનો સમય થઈ શકે છે. જો આમ થશે તો પણ કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી જ નવા પગાર ધોરણ પ્રમાણે એરિયર્સ મળવાની આશા છે.
એરિયર કેટલું હશે?
કર્મચારીઓ અને પેન્શનર્સને અસર તારીખ અને લાગુ થવાની તારીખની વચ્ચેના પીરિયડ માટે એરિયર્સ મળશે. ધારો કે, પગાર પંચની ભલામણે વર્ષ 2027ની જૂનથી લાગુ થઈ જાય છે, તો કર્મચારીઓ અને પેન્શનર્સને જાન્યુઆરી 2026થી માંડીને મે-2027 સુધીનું એરિયર્સ મળશે. કર્મચારી અને પેન્શનર્સને પોતાનું એરિયર્સ કુલ પગાર સાથે જ મળશે.
સમજો આખું ગણિત
ધારો કે તમારો પગાર 50 હજાર રૂપિયાથી વધીને્ 60 હજાર થઈ જાય છે, તો બન્ને પગાર વચ્ચેનું અંતર 10 હજાર રૂપિયા એરિયર્સ ગણાશે. જો પગાર વધવામાં 15 મહિનાનો વિલંબ થાય તો, 8માં પગાર પંચ પ્રમાણેનો પગાર અને એરિયર 10000 × 15= 1,50,000 રૂપિયા પહોંચી જશે.
એટલે કે એરિયરના રૂપમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને તગડી રકમ મળવાની આશા છે. જો કે એક વાત યાદ રહે કે, એરિયર પર કર્મચારીઓને ટેક્સ પણ ચૂકવવો પડશે. મોટાભાગના કર્મચારીઓ 8માં પગાર પંચ બાદ 30 ટકા ઈન્કમટેક્સ સ્લેબમાં આવી જશે. તેને એરિયર્સ પર પણ આજ પ્રમાણે ઈન્કમટેક્સ ચૂકવવો પડશે.
