8th Pay Commission: 2027માં દિવાળીએ લાગુ થશે 8મું પગાર પંચ, સરકારી કર્મચારીઓના પગાર, બોનસ અને પેન્શનમાં કેટલો વધારો થશે? જાણો

અગાઉ 7મું પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતુ. જેમાં સરેરાશ 14 થી 16 ટકા જેટલો પગાર વધારો થયો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 08 Nov 2025 08:29 PM (IST)Updated: Sat, 08 Nov 2025 08:29 PM (IST)
8th-pay-commission-to-implemented-on-diwali-in-2027-how-much-salary-bonus-and-pension-of-employees-increase
HIGHLIGHTS
  • 8માં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.9 થી 2.46ની વચ્ચે રહી શકે
  • 18 હજારનો બેઝીક સેલેરી વધીને 44 હજારની પાર પહોંચી જશે

8th Pay Commission: ગત ઓક્ટોબર મહિનાના અંતમાં જ મોદી કેબિનેટે કેન્દ્ર સરકારના આશરે 50 લાખ જેટલા કર્મચારીઓ અને 69 જેટલા પેન્શનર્સના હિતમાં મોટો નિર્ણય લેતા 8મા પગાર પંચની રચનાને તેમજ તેની ટર્મ ઑફ રેફરન્સ (ToR)ને મંજૂરી આપી દીધી છે.

જેનો અર્થ કે, હવે સરકારી કર્મચારીઓને પગાર, ભથ્તા અને પેન્શનમાં વધારાનો માર્ગ મોકળો થઈ ગયો છે. સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈના વડપણ હેઠળ આ કમિશન આગામી 18 મહિનાની અંદર એટલે કે એપ્રિલ 2027 સુધીમાં પોતાની ભલામણો સરકારને સોંપશે. જેના પગલે દિવાળી 2027 સુધીમાં 8મું પગાર પંચ લાગુ થવાની પુરેપુરી શક્યતા છે.

કેન્દ્ર સરકારે પગાર પંચમાં પૂર્વ જસ્ટિસ રંજના દેસાઈને અધ્યક્ષ ઉપરાંત પ્રોફેસર પુલક ઘોષને પાર્ટ ટાઈમ સભ્ય તેમજ પંકજ જૈનને સચિવ તરીકે નિમણૂંક કર્યા છે. આ પંચ ઈચ્છશે તો વચગાળાનો રિપોર્ટ પણ સોંપી શકે છે, જેના પરિણામે કર્મચારીઓને જલ્દી રાહત પણ મળી શકે છે.

હવે પગાર પંચ શું કરશે? 8th Pay Commission


સરકારના જણાવ્યા પ્રમાણે, પગાર પંચનો હેતુ કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર, ભથ્થા, બોનસ, ગ્રેચ્યુઈટી અને પર્ફોમન્સ લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI)ની સમીક્ષા કરવાનું છે. આ સાથે જ નક્કી કરવામાં આવશે કે, સરકાર પર વધારાનો નાણાંકીય બોજ ના પડે અને ફાઈનાન્સિયલ બેલેન્સ જળવાઈ રહે. આ પંચ રાજ્ય સરકારો પર તેની અસર અને PSU તેમજ પ્રાઈવેટ સેક્ટરના સેલેરી સ્ટ્રક્ચર સાથે પણ સરખામણી કરશે, જેથી અસમાનતા ના રહે.

પગાર કેટલો વધી શકે? (8th Pay Commission Salary Structure)

નાણાંકીય સંસ્થાઓ જેમ કે કોટક ઈન્સ્ટીટ્યૂશનલ ઈક્વિટીઝ અને એમ્બિટ કેપિટલના અંદાજ પ્રમાણે, આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 1.9 થી 2.46ની વચ્ચે રહી શકે છે.

  • 1.82 × ફેક્ટર પર નવો પગાર રૂ. 32,760 થશે એટલે કે 14 ટકા વધારો થશે
  • 2.15× ફેક્ટર પર નવો પગાર રૂ. 38,700 થશે એટલે કે 34 ટકા વધારો થશે
  • 2.46× ફેક્ટર પર નવો પગાર રૂ. 44,289 થશે, એટલે કે 54 ટકાનો વધારો

જો કે મોંઘવારી ભથ્થુ (DA) નવેસરથી એટલે કે શૂન્ય પર સેટ કરવામાં આવશે. જેથી ખરો વધારો 13 થી 15 ટકાની આસપાસ માનવામાં આવી રહ્યો છે.

બોનસ, ગ્રેચ્યુઈટી અને PLIમાં પણ ફેરફાર
8મું પગાર પંચ માત્ર પગાર પુરતુ જ સિમિત નહીં રહે, પરંતુ બોનસ, રિટાર્મેન્ટ બેનિફિટ્સ, ગ્રેચ્યુઈટી અને PLI સિસ્ટમ પર પણ પુનર્વિચાર કરશે.

અગાઉ 7મું પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતુ. જેમાં સરેરાશ 14 થી 16 ટકા જેટલો પગાર વધારો થયો હતો. હવે કર્મચારીઓને આશા છે કે, 8માં પગાર પંચમાં તેમને 7માં પંચ કરતા પણ વધારે મોટી રાહત મળશે.

જો કે સરકારનો ઉદ્દેશ્ય છે કે, નવા પગાર માળખાથી માત્ર કર્મચારીઓની કાર્યક્ષમતા જ ના વધે, પરંતુ દેશની આર્થિક સ્થિરતા અને ઉત્પાદક્તામાં પણ સુધારો આવવો જોઈએ. જો બધુ સમયસર નક્કી થતું રહ્યું તો, 2027ની દિવાળી સરકારી કર્મચારીઓ માટે ખરા અર્થમાં ખુશીઓ લઈને આવશે.