8th Pay Commission:2.0થી 2.57 સુધી ફિટમેન્ટ ફેક્ટર થાય તો Level 5-8 કર્મચારીઓનો બેઝીક પગાર કેટલો વધશે?

8th Pay Commission:સરકારી કર્મચારીઓ માટે 8માં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે નિર્ણય થશે તો 2.0થી 2.57 સુધી ફિટમેન્ટ ફેક્ટરના સંજોગોમાં લેવલ 5-8 કર્મચારીઓનો પગાર કેટલો વધશે તે એક મહત્વની ચર્ચા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 21 Aug 2026 05:18 PM (IST)Updated: Fri, 21 Aug 2026 05:18 PM (IST)
8th-pay-commission-if-fitment-factor-rises-to-257-how-much-will-level-5-8-basic-salary-increase

8th Pay Commission:સરકારી કર્મચારીઓ માટે 8માં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે નિર્ણય થશે તો 2.0થી 2.57 સુધી ફિટમેન્ટ ફેક્ટરના સંજોગોમાં લેવલ 5-8 કર્મચારીઓનો પગાર કેટલો વધશે તે એક મહત્વની ચર્ચા છે. વર્તમાન સમયમાં 8માં પગાર પંચે ફિટમેન્ટ ફેક્ટરને લઈ કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. અલબત ઈકોનોમિક ટાઈમ્સે 2.0, 2.1, 2.25 અને 2.57 જેવા વિવિધ ફેક્ટરના આધાર પર લેવલ 5થી 8 સુધીના કર્મચારીઓના સંભવિત બેઝીક પગારને લઈ અનુમાન લગાવેલ છે.

ફિટમેન્ટ ફેક્ટર છેવટે શું હોય છે?

ફિટમેન્ટ ફેક્ટર એક પ્રકારનું ગુણક છે, જેનો ઉપયોગ વર્તમાન બેસિક પેને વધારી નવા બેઝીક પગાર નક્કી કરવા માટે થાય છે. જેમ કે કોઈ કર્મચારીનો અત્યારનો બેઝીક પગાર રૂપિયા 30 હજાર છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.0 નક્કી થાય છે તો ગણતરીના આધાર પર નવા બેઝીક પગાર આશરે રૂપિયા 60,000 થઈ શકે છે.

બીજી બાજુ તેનો અર્થ એવો નથી કે કર્મચારીનો પૂરો પગાર સીધો જ બે ગણો થઈ શકે છે. બેઝીક પે ઉપરાંત મોંઘવારી ભથ્થા(DA),HRA અને અન્ય ભથ્તાની ગણતરીના નિયમ પણ અંતિમ પગાર પર અસર કરશે.

7માં પગાર પંચમાં 2.57 ટકા હતું ફેક્ટર

બીજીબાજુ નિષ્ણાતોના કેટલાક અનુમાન 2.0થી 2.50 આસપાસ ફિટમેન્ટ ફેક્ટરને લઈ ઈશારો કરે છે. આ સંજોગોમાં અંતિમ નિર્ણય કર્મચારીઓની આશાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું હશે. 

Level 5 કર્મચારીઃ બેઝીક પેમાં કેટલો ફેરફાર થશે?

7માં પગાર પંચમાં Level 5 કર્મચારીનો બેઝીક પગાર રૂપિયા 29,300 છે. જો 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય છે તો તે આશરે રૂપિયા રૂપિયા 58,400 થઈ શકે છે. 2.57 ફેક્ટર પર તે બેઝીક પગાર આશરે રૂપિયા 75,044 સુધી પહોંચી શકે છે. 

 

Level 6થી 8 સુધી પણ વધશે બેઝીક પગાર 

Level 6 વર્તમાન શરૂઆતી બેઝીક પગાર રૂપિયા 35,400 છે. 2.0 ફેક્ટર પર તે આશરે રૂપિયા 70,800 અને 2.57 પર આશરે રૂપિયા 90,978 થઈ શકે છે. Level 7માં વર્તમાન બેઝીક પે રૂપિયા 44,900 છે. 2.0 પ્રમાણે તે રૂપિયા 89,800 અને 2.57 પર આશરે રૂપિયા 1,15,393 થઈ શકે છે.