8th Pay Commission:8માં પગાર પંચને લઈ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એક અત્યંત માહિતીએ કર્મચારીઓ તથા પેન્શનર્સની ચિંતામાં વધારો કર્યો છે. આ સાથે એવો દાવો કરવામાં આવ્યો હતો કે રિટાયર્ડ કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન બંધ થઈ શકે છે અથવા તો વર્ષ 2026 બાદ રિટાયર થનારા કર્મચારીઓના પેન્શન રિવીઝનનો જ લાભ મળશે. જો કે હવે આ અંગેના દાવા અંગે અપડેટ સામે આવ્યું છે.
NC-JCM સ્ટાફ સાઈડના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ આ અંગે માહિતી પૂરી રીતે અયોગ્ય ગણાવ્યા છે. તેમણે કહ્યું કે પેન્શન બંધ થવા અથવા કેટલાક રિટાયર્ડ કર્મચારીઓને પેન્શન રિવીઝનથી બહાર કરવાની વાતને પાયાવિહોણી છે.
દરમિયાન શિવ ગોપાલ મિશ્રાએ શનિવારે એક વીડિયો સંદેશમાં માહિતી આપી કે પેન્શનર્સે આ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ કરવો નહીં. તેમણે કહ્યું કે અનેક પેન્શનર્સે તેમનો સંપર્ક કર્યો હતો, કારણ કે સોશિયલ મીડિયા પર તેમના નામથી એક મેસેજ વહેતો થયો હતો કે જેમાં પેન્શન બંધ થવા અંગે વાત કરવામાં આવી હતી.
મિશ્રાએ સ્પષ્ટતા કરી કે આ પ્રકારની માહિતી સંપૂર્ણપણે ખોટી છે અને તેના પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું કે પેન્શનર્સના પેન્શન જારી રહેશે અને પેન્શનમાં સુધારાને લઈ ચર્ચા ચાલી રહી છે.
શું હવે પેન્શન વધશે
સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો છે કે ફક્ત વર્ષ 2026 બાદ રિટાયર થનારા કર્મચારીઓને જ 8માં પગાર પંચની માફક પેન્શન રિવીઝનનો ફાયદો મળશે.8માં પગાર પંચ સામે કર્મચારીઓ સાથે-સાથે પેન્શનર્સ સંબંધિત મુદ્દા પણ રજૂ કરવામાં આવ્યા છે. NC-JCM સ્ટાફ સાઈડ અગાઉથી જ માંગ કરી ચુક્યા છે કે વર્તમાન પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સને પેન્શન રિવીઝનના કાયક્ષેત્રમાં સામેલ કરવામાં આવે.
કેટલા લોકોને ફાયદો મળશે
8માં પગાર પંચની રચના કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર અને પેન્શનમાં ફેરફાર અંગે ભલામણ કરવામાં આવી છે.
