GST Council Meeting: GSTમાં પ્રોસેસ રિફોર્મની તૈયારી થઈ રહી છે અને 7મી ઓક્ટોબરના રોજ યોજાનાર GST કાઉન્સિલની મહત્વની બેઠકમાં અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)એ GST પ્રક્રિયાને સરળ બનાવવાને લગતા અનેક દરખાસ્તોની માહિતી આપી છે. તે હેઠળ GST રિટર્નથી લઈ રિફંડ સુધીની પ્રક્રિયા સરળ બનાવવાની તૈયારી થઈ રહી છે. GST કાઉન્સિલની બેઠકમાં કયાં નિર્ણય લેવામાં આવી શકે છે તે અંગે આ માહિતી જાણવી ખૂબ જરૂરી છે.
GSTમાં પ્રોસેસ રિફોર્મની તૈયારી
GSTમાં પ્રોસેસ રિફોર્મની તૈયારી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે 7મી ઓક્ટોબરના રોજ યોજનાર GST કાઉન્સિલની બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે. આ નિર્ણયમાં GST રિટર્નથી લઈ રિફંડ સુધીની પ્રક્રિયા સરળ કરવાની તૈયારી છે. તે સાથે જ ઈનપુટ ટેક્સ ક્રેડિટના કાર્યક્ષેત્રમાં અન્ય અનેક નિર્ણય લેવામાં આવી શકે છે.
7 ઓક્ટોબરના રોજ GST કાઉન્સિલની બેઠક
7મી ઓક્ટોબરના રોજ GST કાઉન્સિલની મહત્વની બેઠક યોજાવાની છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે GSTમાં પ્રોસેસ રિફોર્મની તૈયારીની માહિતી આપવામાં આવી છે. તેમં રિટર્નથી લઈ રિફંડ સુધીની પ્રક્રિયાને સરળ કરવાની વાત કરવામાં આવી છે. આ સાથે અન્ય અનેક કારોબારને ઈનપુટ ટેક્સ ક્રેડિટના દાયરામાં લાવવાની તૈયારી છે.
રૂપિયા 10 હજારથી ઓછી રકમના કિસ્સામાં નોટિસ નહીં
GSTમાં ગેરરીતિ આચરનાર લોકોની ધરપકડ નહીં થાય. રૂપિયા 10 હજારથી ઓછી રકમના કિસ્સામાં નોટિસ નહીં આપવાની પણ વાત કહેવામાં આવી છે.
10 દિવસ બાદ રજિસ્ટ્રેશન એપ્લીકેશન મંજૂર કરવામાં આવશે
GST રજિસ્ટ્રેશનને સરળતા કરવાની તૈયારી થઈ રહી છે. 10 દિવસ બાદ રજિસ્ટ્રેશન એપ્લીકેશન મંજૂર માનવામાં આવશે. જ્યારે 60 ટકા કિસ્સામાં 3 દિવસમાં રજિસ્ટ્રેશન પૂરું થશે.
