મારુતિ સુઝુકીનો 'ગ્રીન લોજિસ્ટિક્સ'માં મોટો રેકોર્ડ; ગુજરાત અને માનેસર રેલવે સાઈડિંગ્સથી 10 લાખ વાહનો ડિસ્પેચ કર્યા

Maruti Suzuki:મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (મારુતિ સુઝુકી)એ હાંસલપુર, ગુજરાત અને માનેસર, હરિયાણા ખાતેના તેના પ્લાન્ટ- આધારિત રેલવે સાઈડિંગ્સ દ્વારા કુલ 10 લાખ વાહનો મોકલવાનો મહત્ત્વની સીમાચિહનરૂપ આંકડો હાંસલ કર્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 25 Sep 2026 10:10 PM (IST)Updated: Fri, 25 Sep 2026 10:10 PM (IST)
maruti-suzuki-dispatches-1-million-vehicles-via-rail-sidings-from-hansalpur-gujarat-and-manesar

Maruti Suzuki:મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (મારુતિ સુઝુકી)એ હાંસલપુર, ગુજરાત અને માનેસર, હરિયાણા ખાતેના તેના પ્લાન્ટ- આધારિત રેલવે સાઈડિંગ્સ દ્વારા કુલ 10 લાખ વાહનો મોકલવાનો મહત્ત્વની સીમાચિહનરૂપ આંકડો હાંસલ કર્યો છે. ગુજરાત રેલવે સાઈડિંગ દ્વારા અંદાજે 7.9 લાખ વાહનો મોકલવામાં આવ્યાં હતાં, જ્યારે માનેસર રેલવે સાઈડિંગનો ફાળો અંદાજે 2.1 લાખ વાહનોનો રહ્યો હતો.

માર્ચ 2023માં ગુજરાત રેલવે સાઈડિંગ અને જૂન 2025માં માનેસર રેલવે સાઈડિંગ ખાતે કામગીરી શરૂ થયાનાં ફક્ત ત્રણ વર્ષ અને પાંચ મહિનામાં આ સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યું હતું. મારુતિ સુઝુકી ભારતની પ્રથમ અને એકમાત્ર પેસેન્જર વાહન ઉત્પાદક (OEM) કંપની છે, જેની પાસે હંસલપુર અને માનેસર ખાતેના ઉત્પાદન એકમોમાં પ્લાન્ટ-આધારિત રેલવે સાઈડિંગ્સની વ્યવસ્થા છે.ચાલુ નાણાકીય વર્ષમાં 31 ઓગસ્ટ સુધીમાં મારુતિ સુઝુકીનો રેલ-આધારિત વાહનો મોકલવાનો આંકડો 3 લાખ વાહનોને વટાવી ગયો છે.

આ સીમાચિહ્ન અંગે વાત કરતાં મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO હિસાશી તાકેઉચી એ જણાવ્યું હતું કે, અમારા પ્લાન્ટ- આધારિત રેલવે સાઈડિંગ્સ દ્વારા કુલ એક મિલિયન વાહનો મોકલવા સુધી પહોંચવું એ અમારી 'ગ્રીન લોજિસ્ટિક્સ' (પર્યાવરણ- અનુકૂળ લોજિસ્ટિક્સ) યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે.'પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન' હેઠળ વિકસાવવામાં આવેલા આ સાઈડિંગ્સ દર્શાવે છે કે કેવી રીતે સંકલિત મલ્ટી- મોડેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યાત્મક કાર્યક્ષમતા અને પર્યાવરણીય લાભો બંને પ્રદાન કરી શકે છે.

નાણાકીય વર્ષ 2014-15માં 5%થી વધીને નાણાકીય વર્ષ 2025-26માં રેલ-આધારિત વાહન રવાનગી (ડિસ્પેચ)માં અમારો હિસ્સો 26.5% થયો છે. અમારું મધ્યમ ગાળાનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2030-31 સુધીમાં રેલ- આધારિત વાહન રવાનગીને 35% સુધી વધારવાનું છે, જેના માટે રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત રોકાણ કરવામાં આવશે,જેમાં અમારા નવા ખરખોડા એકમ ખાતેના 'ઇન-પ્લાન્ટ સાઇડિંગ'નો પણ સમાવેશ થાય છે.

મારુતિ સુઝુકીએ નાણાકીય વર્ષ 2014-15થી અત્યાર સુધીમાં કુલ 33 લાખથી વધુ વાહનો રેલ માર્ગે રવાના કર્યા છે. આમાંથી 1 મિલિયન વાહનો કંપનીના ગુજરાત અને માનેસર સ્થિત 'ઇન-પ્લાન્ટ રેલવે સાઇડિંગ્સ' દ્વારા રવાના કરવામાં આવ્યા હતા.