Mahindra XEV 9S features: ભારતીય બજારમાં SUV કારની માંગ દિવસેને દિવસે વધી રહી છે. હાલમાં ભારતીય ઓટો માર્કેટમાં ટાટાથી લઈને મહિન્દ્રા સુધીની અનેક કાર લોકોના દિલ જીતી રહી છે. જોકે, સેફ્ટીની દ્રષ્ટીએ મહિન્દ્રાની કારે બાજી મારી છે. નોંધનિય છે કે જ્યારે પણ આપણે કાર ખરીદવા જઈએ છીએ ત્યારે માત્ર લુક નહીં પરંતુ સેફ્ટી ફીચર્સ પણ જોઈએ છીએ. હવે મહિન્દ્રાની ઈલેક્ટ્રીક SUV XEV 9S ના સેફ્ટી રેટિંગ વિશે માહિતી સામે આવી છે. મહિન્દ્રાની Mahindra XEV 9S એ Bharat NCAP ના ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ પ્રાપ્ત કર્યું છે.
તમને જણાવી દઈએ કે, Mahindra XEV 9S એ એડલ્ટ ઓક્યૂપેંટ પ્રોટેક્શનનાં 32 માંથી 31.15 અંક પ્રાપ્ત કર્યા છે. તો બીજી તરફ ચાઈલ્ડ ઓક્યૂપેન્ટ પ્રોટેક્શનમાં 49 માંથી 45 અંક મળ્યા છે. સાથે સાથે બન્ને કેટેગરીમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ સાથે દેશની પહેલી 7 સીટર ઈલેક્ટ્રીક એસયૂવી પણ છે જેમને Bharat NCAP તરફથી 5 સ્ટાર રેટિંગ મળ્યું છે.
બાળકોની સુરક્ષા માટે પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું
આ ફેમિલી કાર હોવાને કારણે બાળકોની સલામતિ અંગે પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં તેમને 49 માંથી 45 અંક મળ્યા છે. આ ટેસ્ટમાં 18 મહિનાના અને 3 વર્ષના બાળકોના ડમીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમને આઈસોફિક્સ એન્કરેજના માધ્યમથી ચાઈલ્ડ સીટ પર બેસાડવામાં આવ્યા હતા. ક્રેશ ટેસ્ટ દરમિયાન બાળકોના માથા અને છાતીના ભાગને પુરતી સુરક્ષા મળી હતી. જે બાળકો માટે સુરક્ષીત માનવામાં આવે છે. તેમણે ઈલેક્ટ્રીક અને પેટ્રોલ-ડીઝલવાળી બન્ને પ્રકારની 7 સીટર કારને પાછળ છોડી દીધી છે. મહિન્દ્રાની આ કારે એડલ્ટ અને ચાઈલ્ડ ઓક્યૂપેંટ પ્રોટેક્શન બન્ને કેટેગરીમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
Mahindra XEV 9Sની કેટલી છે કિંમત ?
જો આપણે Mahindra XEV 9S ની કિંમત વિશે વાત કરીએ તો તેમની એક્સ શો રુમ કિંમત ભારતમાં અંદાજે 16.62 લાખથી લઈને 30.90 લાખ છે.
Mahindra XEV 9Sના કેવા છે ફીચર્સ?
જો આપણે Mahindra XEV 9S ના ફીચર્સ વિશે વાત કરીએ તો તેના દમદાર ફીચર્સ આપવામાં આવ્યા છે, આ ઉપરાંત લોકોની સેફ્ટીનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમા ઈલેકટ્રીક પાર્કિંગ બ્રેક, સિક્યોર 360 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેની સાથે હિલ ડિસેન્ટ કંટ્રોલ, ટાયર મોનિટરિંગ સિસ્ટમ અને ફ્રન્ટ તેમજ રિયર પાર્કિંગ સેન્સર આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ સેફ્ટી ફીચર્સ તેમના વેરિઅન્ટ પ્રમાણે બદલાઈ છે. તેમા 6 એરબેગ પણ આપવામાં આવે છે. જો તેમા ડ્રાઈવરના Pack Three અને Pack Three Above નો સમાવેશ કરવામાં આવે તો એરબેગની સંખ્યા 7 થઈ જાય છે.
આ ઉપરાંત તેમાં ઉબડખાબડ રસ્તા કે વરસાદી માહોલમાં ઢોળાવવાળા રસ્તા પર કાર સ્લીપ ન થઈ જાય તેમાટે ESP અને ટ્રેક્શન કંટ્રોલ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સાંકડી જગ્યાઓ પર કારને પાર્ક કરવા માટે 360 ડિગ્રી અને 540 ડિગ્રી સરાઉન્ડ કેમેરા આપવામાં આવ્યા છે. એટલું જ નહીં આ કારમાં 5 રડાર અને 1 કેમેરા સાથે લેવલ 2 ADAS પણ મળે છે. તમને જણાવી દઈએ કે, મહિન્દ્રાની આ કાર હાલમાં ખુબ ધુમ મચાવી રહી છે. કારમાં આપવામાં આવેલા અદ્યતન સેફ્ટી ફીચર્સના કારણે લોકોને ખુબ પસંદ આવી રહી છે.
ક્રમ | કારનું નામ | એડલ્ટ સ્કોર (32માંથી) | ચાઈલ્ડ સ્કોર (49માંથી) | કુલ સ્કોર (81માંથી) |
|---|---|---|---|---|
1 | Mahindra XEV 9e | 32.00 | 45.00 | 77.00 |
2 | Tata Harrier EV | 32.00 | 45.00 | 77.00 |
3 | Mahindra BE 6 | 31.97 | 45.00 | 76.97 |
4 | Kia Seltos | 31.70 | 45.00 | 76.70 |
5 | Mahindra XEV 9S | 31.15 | 45.00 | 76.15 |
