માર્કેટમાં ધુમ મચાવવા આવી રહી છે Hyundai ની 7 સીટર ઇલેક્ટ્રિક MPV, સિંગલ ચાર્જમાં દોડશે 490 કિમી

Hyundai Neira: હ્યુન્ડાઈએ 7 સીટર ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. જોકે આ ઈલેક્ટ્રીક SUV/MPV ઈન્ડોનેશિયાના માર્કેટ માટે તૈયાર કરવામાં આવી છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Thu, 19 Nov 2026 03:22 PM (IST)Updated: Thu, 19 Nov 2026 03:22 PM (IST)
learn-about-the-features-and-range-of-hyundai-7-seater-electric-mpv-neira

Hyundai Neira: ભારતીય ઓટો માર્કેટ સહિત આજે વિશ્વભરમાં ઇલેક્ટ્રિક કારનું વર્ચસ્વ ધીમેધીમે વધી રહ્યું છે. વર્તમાન સમયમાં ભારતમાં ટાટા, મારુતિથી મહિન્દ્રાએ અનેક દમદાર મોડેલ લોન્ચ કર્યા છે. હવે આ કડીમાં Hyundai પાછળ નથી અને કંપનીએ 7 સીટર ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. જોકે આ ઈલેક્ટ્રીક SUV/MPV ઈન્ડોનેશિયાના માર્કેટ માટે તૈયાર કરવામાં આવી છે. જેની સૌથી મોટી ખાસીયત તેની ડિઝાઈન છે, જે ભારતમાં વેચાતી Kia Carens Clavis EV સાથે ઘણી મેચ થાય છે. જો કે Hyundai એ તેની અલગ ઓળખ આપવા માટે ફ્રન્ટ અને બેક સાઈડની ડિઝાઈનમાં થોડો ફેરફાર કર્યો છે. કંપનીની યોજના GAIKINDO Auto Week મા પ્રી-બુકીંગ કરવાની છે.

આગળનો ભાગ ફ્યુચરસ્ટીક બનાવામાં આવ્યો છે

નોંધનીય છે કે, Hyundai એ આ કારના પ્રોટોકોલ વર્ઝનને જુલાઈમાં યોજાયેલા GAIKINDO ઈન્ડોનેશિયા ઓટો શોમાં શોકેસ કર્યું હતું. જોકે તેમના લોન્ચિંગ પહેલા જ કેટલીક મહત્વની વાતો સામે આવી ચૂકી છે. Neira કારમાં ક્લોજ્ડ ગ્રિલ અને ફ્રન્ટ બંપરના ભાગ ડીટેલિંગ અલગ છે અને Clasiv EV નો આગળનો ભાગ ઘણો વધારે આકર્ષણ અને ફ્યુચરસ્ટીક બનાવામાં આવ્યો છે. સાથે સાઈડ પ્રોફાઈલમાં ડ્યુઅલ ટોન અલોય વ્હીલ, ક્રોમ ડોર હેન્ડલ અને રુફ રેલ્સ આપવામાં આવી છે,

કેટલી મળશે ડ્રાઈવિંગ રેન્જ

જણાવી દઈએ કે, Neira માં કલાવીસ ઈવી થી પાવરટ્રેન માટે જવાની આશા છે. Clavis EV માં 42kWh થી 51.4kWh ના બે બેટરી બેકઅપ મળે છે. જે બન્ને 255nm નો ટોર્ક જનરેટ કરે છે. Clasiv EV 100kW સુધીના ડીસી ફાસ્ટ ચાર્જીંગને સપોર્ટ કરે છે જેના કારણે તે 39 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. જોકે આ કારમાં ભારતમાં ક્યારે લોન્ચ થશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. જો આપણે પાવર આઉટપુટની વાત કરીએ તો 135PS (42kWh) અને 171PS (51.4kWh) છે. તેની ડ્રાઈવિંગ રેન્જ વિશે જોઈએ તો 400 કિમીથી લઈને 490 કિમી સુધી હોઈ શકે છે.

કેવી મળશે ફીચર્સ?

તેની બોડી કલર્ડ, કલર્ડ ડોર હેન્ડલ, બ્લેક આઉટ પિલર, ડોર મોલ્ડિંગ અને રુફ રેલ્સ જેના ફીચર્સ Clavis EV જેવા જ છે. બીજા ફીચર્સની વાત કરીએ તો તેમા Hyundai Bluelink કનેક્ટેડ કાર ટેકનોલોજી અને Blind-spot View Monitor મળશે. જોકે આ કારની ઈન્ટિરિયરની તસવીરો હજુ સામે આવી નથી. રિબેજ્ડ વર્ઝન હોવાને કારણે તેને Kia Carens Clavis EV થી બહુ વધારે અલગ હોવાની આશા છે. આ કારનું ફકત 7 સીટર વર્ઝન જ લોન્ચ કરવામાં આવશે. Neira EV અને Clavis EV કેટલાક ફીચર્સમાં સમાનતા હોઈ શકે છે.