ઓક્ટોબર મહિનામાં ભારતમાં સૌથી વધુ વેચાયું આ ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 1 લાખથી પણ ઓછી

ઓક્ટોબર 2026માં ભારતમાં ઈલેક્ટ્રિક સ્કૂટરના વેચાણમાં મોટો ઉછાળો નોંધાયો છે. બજાજ ચેતક 64 હજારથી વધુ યુનિટના વેચાણ સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. જાણો તેની કિંમત, રેન્જ અને ટોપ 5 બેસ્ટ સેલિંગ ઇલેક્ટ્રિક સ્કૂટરની યાદી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 18 Nov 2026 10:52 AM (IST)Updated: Wed, 18 Nov 2026 10:52 AM (IST)
bajaj-chetak-electric-scooter-was-the-best-selling-model-in-india-in-the-month-of-october-2026

Best Selling Electric Scooters: વધતા પેટ્રોલના ભાવ અને પ્રદુષણને કારણે હવે લોકો ઈલેક્ટ્રીક સ્કૂટર તરફ વળી રહ્યા છે. ઓક્ટોબર મહિનાના આંકડા સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ રુપે જણાઈ આવે છે લોકો હવે ઈલેકટ્રીક સ્કૂટર પર પસંદગી ઉતારી રહ્યા છે. હાલમાં દિવાળીના તહેવારો પર ઈલેક્ટ્રીક સ્કૂટરનું ધુમ વેચાણ થયું છે. આજે આપણે ટોપ 5 સ્કૂટર વિશે વાત કરીશું જે ઓક્ટોબર મહિનામાં વધુ વેચાયા છે. ઓક્ટોબર 2026 મા કુલ 1,83,501 ઈલેક્ટ્રીક સ્કૂટર વેચાયા છે, જે ગયા વર્ષ કરતા ઘણા વધારે છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં 1,00,787 ઈલેક્ટ્રીક સ્કૂટર વેચાયા હતા.

Bajaj Chetak એ ઓક્ટોબર મહિનામાં મારી બાજી

ઓક્ટોબર મહિનામાં જે મોડેલ સૌથી વધુ વેચાયા છે તેમાં ટીવીએસ ઓર્બીટર, એથર રિઝતા, હીરો વિડા, ટીવીએસ આઈક્યૂબ અને બજાજ ચેતકનો સમાવેશ થાય છે. જો આપણે ઓકટોબર મહિનામાં સૌથી વધુ સેલ થયેલા મોડેલ વિશે વાત કરીએ તો તેમાં Bajaj Chetak નંબર વન પર છે. તેના 64,134 સ્કૂટર સેલ થયા છે જે ગયા ઓક્ટોબર મહિનાના સેલ કરતા 83 ટકા વધુ છે. એટલું નહીં કુલ ઈલેક્ટ્રીક સ્કૂટર વેચાણમાં ચેતકનો ફાળો 28.58 ટકા છે.

બજાજ ચેતકના ફીચર્સ

જો આપણે બજાજ ચેતકના ફીચર્સ વીશે વાત કરીએ તો તેના પાંચ અલગ અલગ મોડેલ આવે છે. જેમાં Chetak C2501, Chetak C3001, Chetak C3503, Chetak C3502 અને Chetak C3501 નો સમાલેશ થાય છે. તેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન અને પુશ-બટન સ્ટાર્ટની સાથે BLDC હબ/ઈલેક્ટ્રીક મીટર આપવામાં આવે છે. આ ઉપરાંત તેના વેરિએન્ટના આધારે ડ્રમ કે ફ્રન્ટ ડિસ્ક/રિયર ડ્રમ વિકલ્પ મળે છે.

નોંધનિય છે કે, ગયા વર્ષે 2025 ના ઓક્ટોબર મહિનામાં બજાજ ચેતકના 1,00,787 યુનિટ વેચાયા હતા. જેની સરખામણીએ આ વર્ષે તેના સેલિંગમાં મોટો ઉછાળો આવ્યો છે.

જો આપણે બજાજ ચેતકની કિંમત વિશે વાત કરીએ તો તે 96,000 થી લઈને 1,57,000 રુપિયા સુધી જાય છે. આ કિંમત તેના વિવિધ વેરિઅન્ટ મુજબ બદલાતી રહે છે. આ ઉપરાંત 100 થી લઈને 150 કિમીની રેન્જ તેમા મળે છે.

બીજા નંબરે ટીવીએસ

બજાજ ચેતક બાદ બીજા નંબરે ટીવીએસના આઈક્યૂબનો નંબર આવે છે. 2026 ના ઓક્ટોબર મહિનામાં TVS iQube ના 50,570 સ્કૂટર વેચાયા છે. જ્યારે હીરો વિડાએ 30,065 સ્કૂટર સેલ કરી ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ચોથા નંબર પર એથર રિઝતા છે, એથરે આ સમયગાળા દરમિયાન 19,505 યુનિટ વેચ્યા છે. જેના વેચાણમાં થોડો ઘટાડો આવ્યો છે. વાર્ષિક સેલિંગ રિપોર્ટ જોઈએ તો તેમાં 374 યુનિટ એટલે કે અંદાજે 1.88 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે 19,227 સ્કૂટરના વેચાણ સાથે ટીવીએસ ઓર્બીટર પાંચમાં સ્થાને છે. તાજેતરમાં લોન્ચ થયેલા આ સ્કૂટરની શરુઆત ખુબ સારી રહી છે. તેમનો સ્ટાઈલિશ લુક લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.