Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં લગાવવામાં આવતી દરેક તસવીર અને ઉપયોગમાં લેવામાં આવતી તમામ વસ્તુઓનો વિશેષ પ્રભાવ માનવામાં આવ્યો છે. આવી જ એક વસ્તુ છે, ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર. ઘરનો પ્રવેશદ્વાર માત્ર દરવાજો જ નથી, પરંતુ સકારાત્મક ઉર્જાના પ્રવેશ માટેનો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે. આથી જ અહીં લગાવવામાં આવેલી દરેક વસ્તુનું આગવું મહત્ત્વ છે.
સૂર્યદેવને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે. આથી વાસ્તુ શાસ્ત્રમાં સૂર્યનું વિશેષ મહત્ત્વ છે. એવી માન્યતા છે કે, ઘરના મુખ્ય દ્વાર પર તાંબાનો સૂર્ય લગાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક અસરમાંથી તાત્કાલિક મુક્તિ મળે છે.
આ પણ વાંચો
ઘરમાં તાંબાનો સૂર્ય લગાવતા પહેલા વાસ્તુના નિયમો જાણી લો?
તાંબાનો સૂર્ય લગાવવા માટે પૂર્વ દિશાને સૌથી શુભ માનવામાં આવે છે, કારણ કે પૂર્વ દિશામાંથી સૂર્યનો ઉદય થાય છે. આથી એવું કહેવાય છે કે, જ્યારે સવારના પહોંરમાં સૂરજની કિરણો તાંબાના સૂર્ય પર પડે છે, ત્યારે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે.
જો તમારા ઘરનું મુખ્ય દ્વારા પૂર્વ દિશામાં હોય, તો ત્યાં તાંબાનો સૂર્ય લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. પૂર્વ દિશાને સકારાત્મક ઉર્જા, સફળતા અને વિકાસ સાથે સાંકળવામાં આવે છે.
તાંબાનો સૂર્ય હંમેશા યોગ્ય દિશા અને સ્થાન પર લગાવવો જોઈએ. ખોટી દિશામાં તાંબાના સૂર્યને લગાવવાથી ધાર્યા પ્રમાણે લાભ નથી મળી શકતો. આથી તાંબાનો સૂર્ય લગાવતા પહેલા કોઈ વાસ્તુ એક્સપર્ટની સલાહ અચૂક લેવી જોઈએ.
એવું કહેવાય છે કે, તાંબા અને સૂર્યનો સબંધ આર્થિક અડચણો ઓછી કરવા અને પ્રગતિના અવસરો ઉભા કરવામાં મદદરૂપ થઈ શકે છે. સૂર્યને આત્મબળ અને નેતૃત્વ ક્ષમતાનું પ્રતિક માનવામાં આવે છે. આથી તાંબાના સૂર્યને પરિવારના સભ્યોના આત્મવિશ્વાસ સાથે સાંકળીને જોવામાં આવે છે.
પ્રવેશ દ્વાર પર તાંબાનો સૂર્ય લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંતુલન જળવાઈ રહે છે. તેમજ પરિવારમાં સકારાત્મક વિચાર અને સબંધોને મજબૂત બનાવવાનું કામ કરે છે.
