Lal Kitab Upay: આપણે ઘણીવાર દિલથી મહેનત કરીએ તેમ છતાં સફળતા વેંત છેટી રહી જાય છે અને કામમાં ગમે ત્યાંથી અડચણો આવી ચડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવી સ્થિતિ માટે ગ્રહોની અસરને જવાબદાર ગણવામાં આવે છે.
જો કે 'લાલ કિતાબ'માં જીવનની તકલીફોને ઓછી કરવા તેમજ સકારાત્મક ઉર્જા વધારવા માટે કેટલાક સરળ અને કારગર ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે, શ્રદ્ધા સાથે 'લાલ કિતાબ'ના ઉપાયો અજમાવવામાં આવે, તો ભાગ્યનો અચૂક સાથ મળે છે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક અસરકાર ઉપાયો વિશે
ચણાની દાળનો ઉપાય
જો જીવનમાં એક પછી એક તકલીફ આવી રહી હોય, તો ચણાની દાળનો ઉપાય અજમાવી શકાય છે. આ માટે રાતે થોડી ચણાની દાળને પાણીમાં પલાળીને પીત્તળની વાટકીમાં ઊંઘતી વખતે તમારા માથાની બાજુમાં રાખો. સવારે આ ચણાની દાળમાં ગોળ ઉમેરીને તેને ગાયને ખવડાવી દો. આ ઉપાયથી ગુરુ ગ્રહ સાથે સંકળાયેલી સકારાત્મક ઉર્જા વધી જાય છે અને કામમાં આવતી અડચણો પણ આપોઆપ ઓછી થઈ જાય છે.
કીડીઓને લોટ અને ગોળ ખવડાવો
કીડીઓને લોટ અને ગોળ ખવડાવવો પણ એક ઉમદા ઉપાય છે. આ માટે લોટમાં થોડો ગોળ મિક્સ કરીને તેને કીડીઓને ખવડાવવો જોઈએ. જો તમે નિયમિત આ ઉપાય અજમાશો, તો રાહુ અને શનિ ગ્રહ સબંધિત સમસ્યાઓ ઓછી થઈ શકે છે. આ સાથે જ જીવનમાંથી નકારાત્મક ઉર્જા પણ ઓછી થવા લાગે છે.
વહેતા પાણીમાં શ્રીફળ પધરાવવું
'લાલ કિતાબ'માં નારિયેળનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે. માનસિક તણાવ અને કામમાં સતત અવરોધોથી ત્રસ્ત વ્યક્તિએ વહેતા પાણીમાં શ્રીફળ પધરાવવું જોઈએ. આમ કરવાથી નારિયેળની સાથે-સાથે તમારી તમામ સમસ્યાઓ પણ જળમાં વહી જાય છે. આ ઉપાયથી મનને શાંતિ મળે છે.
પહેલી રોટલી ગાય અથવા કાગડાને આપો
ભારતીય પરંપરા પ્રમાણે પહેલી રોટલી ગાય અથવા કાગડાને ખવડાવવી જોઈએ. હિન્દુ ધર્મની માન્યતા મુજબ, ગાયમાં તમામ દેવી-દેવતાઓ વાસ કરે છે. ગાયને રોટલી ખવડાવવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે. જ્યારે કાગડોએ પિતૃઓનું પ્રતિક છે. એવામાં કાગડાને ખવડાવવાથી પિતૃ દોષ દૂર થાય છે. આથી તમારે દરરોજ આ કામ અચૂક કરવું જ જોઈએ.
ઘરને સાફ અને વ્યવસ્થિત રાખવું જોઈએ
ભાગ્યને મજબૂત કરવા માટે માત્ર પૂજા-પાઠ જ નહીં, પરંતુ ઘરનું વાતાવરણ પણ એટલું જ અગત્યનું છે. આથી જ ઘરના મુખ્ય દ્વાર અને ઈશાન ખૂણા અર્થાત ઉત્તર-પૂર્વ દિશાને હંમેશા સાફ અને વ્યવસ્થિત રાખવી જોઈએ. ઘરમાં તૂટેલો સામાન, ભંગાર, નકામી વસ્તુઓ તાત્કાલિક હટાવી દેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, સ્વચ્છ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
