September 2026 Vrat and Festivals: જન્માષ્ટમી કઈ તારીખે છે? ગણેશોત્સવ ક્યારે શરૂ થશે? જાણો સપ્ટેમ્બર 2026 ના તમામ વ્રત અને તહેવારોનું લિસ્ટ

September 2026 Vrat and Festivals List: હિંદુ પંચાંગ મુજબ સપ્ટેમ્બર 2026 માં જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને પિતૃ પક્ષ સહિત અનેક મુખ્ય તહેવારો ઉજવાશે. જાણો સમગ્ર મહિનાના વ્રત અને તહેવારોની સંપૂર્ણ યાદી.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 01 Sep 2026 12:10 AM (IST)Updated: Tue, 01 Sep 2026 12:10 AM (IST)
september-2026-hindu-vrat-and-festivals-list-check-ekadashi-purnima-and-vrat-dates-tithi-timings

September 2026 Vrat and Festivals List: હિંદુ પંચાંગ અનુસાર, ભાદરવા માસમાં આવતો સપ્ટેમ્બર મહિનો ધાર્મિક દૃષ્ટિએ અત્યંત ફળદાયી અને શુભ માનવામાં આવે છે. ઓગસ્ટ મહિનો પૂર્ણ થતાં જ સપ્ટેમ્બર 2026 ની શરૂઆત વ્રત અને તહેવારોની લાંબી હારમાળા સાથે થાય છે. આ સમયગાળો વિશેષ રૂપે પૂજા-પાઠ, વ્રત અને ધાર્મિક અનુષ્ઠાનો માટે ઉત્તમ ગણાય છે.

આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, હરતાલિકા તીજ, ગણેશ ચતુર્થી, અને વામન જયંતી સહિતના અનેક મોટા પર્વો ઉજવવામાં આવશે. આ ઉપરાંત અજા એકાદશી અને પરિવર્તિની એકાદશી જેવા મહત્વપૂર્ણ વ્રત પણ આ જ માસમાં રાખવામાં આવશે.

સપ્ટેમ્બર 2026 માં કયા કયા મુખ્ય તહેવારો ઉજવાશે?

  • 1 સપ્ટેમ્બર 2026: નાગ પાંચમ (ગુજરાત)
  • 2 સપ્ટેમ્બર 2026: રાંધણ છઠ (શીતળા દેવીને સમર્પિત તહેવાર)
  • 3 સપ્ટેમ્બર 2026: શીતળા સાતમ
  • 4 સપ્ટેમ્બર 2026: કૃષ્ણ જન્માષ્ટમી, કાલાષ્ટમી, માસિક કૃષ્ણ જન્માષ્ટમી
  • 5 સપ્ટેમ્બર 2026: દહીં હાંડી
  • 7 સપ્ટેમ્બર 2026: ચોથો શ્રાવણ સોમવાર
  • 7 સપ્ટેમ્બર 2026: બછ બારસ દ્વાદશી, અજા એકાદશી
  • 9 સપ્ટેમ્બર 2026: માસિક શિવરાત્રિ
  • 10 સપ્ટેમ્બર 2026: પિઠોરી અમાવસ્યા
  • 11 સપ્ટેમ્બર 2026: ભાદ્રપદ અમાવસ્યા
  • 13 સપ્ટેમ્બર 2026: વરાહ જયંતી, ચંદ્ર દર્શન
  • 14 સપ્ટેમ્બર 2026: હરતાલિકા તીજ / કેવડા ત્રીજ, ગણેશ ચતુર્થી
  • 15 સપ્ટેમ્બર 2026: ઋષિ પંચમી
  • 17 સપ્ટેમ્બર 2026: વિશ્વકર્મા પૂજા
  • 18 સપ્ટેમ્બર 2026: ધરો આઠમ
  • 19 સપ્ટેમ્બર 2026: રાધા અષ્ટમી, માસિક દુર્ગાષ્ટમી
  • 22 સપ્ટેમ્બર 2026: પરિવર્તિની એકાદશી
  • 23 સપ્ટેમ્બર 2026: વામન જયંતી
  • 25 સપ્ટેમ્બર 2026: ગણેશ વિસર્જન, અનંત ચતુર્દશી
  • 26 સપ્ટેમ્બર 2026: પૂર્ણિમા શ્રાદ્ધ, ભાદ્રપદ પૂર્ણિમા વ્રત
  • 27 સપ્ટેમ્બર 2026: પિતૃ પક્ષ આરંભ, પ્રતિપદા શ્રાદ્ધ
  • 28 સપ્ટેમ્બર 2026: દ્વિતીયા શ્રાદ્ધ
  • 29 સપ્ટેમ્બર 2026: તૃતીયા શ્રાદ્ધ
  • 30 સપ્ટેમ્બર 2026: ચતુર્થી શ્રાદ્ધ અને પંચમી શ્રાદ્ધ

મુખ્ય વ્રત અને તહેવારોનું ધાર્મિક મહત્વ શું છે?

કૃષ્ણ જન્માષ્ટમી (4 સપ્ટેમ્બર 2026): આ પવિત્ર દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ભક્તો આખો દિવસ ઉપવાસ રાખીને મધ્યરાત્રિએ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરે છે. આ પર્વ ભક્તિ, પ્રેમ અને ધર્મની સ્થાપનાનું પ્રતીક છે.

કેવડા ત્રીજ / હરતાલિકા તીજ (14 સપ્ટેમ્બર 2026): આ ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધનાનું પવિત્ર વ્રત છે. અખંડ સૌભાગ્ય અને સુખી વૈવાહિક જીવનની કામના સાથે મહિલાઓ આ દિવસે નિર્જળા ઉપવાસ રાખે છે.

ગણેશ ચતુર્થી (14 સપ્ટેમ્બર 2026): ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થીથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થાય છે. આ દિવસે બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી સતત 10 દિવસ સુધી પૂજા-અર્ચના કરવામાં આવે છે.

વિશ્વકર્મા પૂજા (17 સપ્ટેમ્બર 2026): જગતના પ્રથમ વાસ્તુકાર ભગવાન વિશ્વકર્માના અવતરણ દિવસ તરીકે આ પર્વની ઉજવણી થાય છે. કારીગરો, ઉદ્યોગપતિઓ અને મશીનરી સાથે સંકળાયેલા લોકો આ દિવસે પોતાના સાધનોની વિશેષ પૂજા-અર્ચના કરે છે.

પરિવર્તિની એકાદશી (22 સપ્ટેમ્બર 2026): ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ શયન મુદ્રામાં પોતાનું પડખું ફેરવે છે. વિષ્ણુ ભક્તો માટે આ એકાદશીનું અનેરું મહત્વ છે, આ દિવસે વ્રત રાખવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે.

ગણેશ વિસર્જન અને અનંત ચતુર્દશી (25 સપ્ટેમ્બર 2026): ગણેશ ઉત્સવના 10મા અને અંતિમ દિવસે ભક્તો ભાવભીની વિદાય સાથે બાપ્પાનું જળાશયોમાં વિસર્જન કરે છે. આ જ દિવસે ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા પણ કરવામાં આવે છે, જેમાં 14 ગાંઠવાળા અનંત સૂત્રને ધારણ કરવાની ધાર્મિક પરંપરા છે.

પિતૃ પક્ષ પ્રારંભ (27 સપ્ટેમ્બર 2026): 16 દિવસ સુધી ચાલતો આ ધાર્મિક સમયગાળો પિતૃઓના આશીર્વાદ મેળવવાનો ઉત્તમ અવસર છે. પરિવારના સભ્યો પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરે છે.