Raksha Bandhan 2026 Muhurat Live: આજે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું ચોક્કસ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ભદ્રાકાળ સંબંધિત દરેક નાની-મોટી જાણકારી

Raksha Bandhan 2026 Muhurat Live: આજે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત, ભદ્રાકાળ, રાહુકાળ અને ચંદ્રગ્રહણની અસર વિશે જાણો. રાખડી બાંધવાની સાચી વિધિ અને મંત્રની સંપૂર્ણ માહિતી અહીં જુઓ.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 28 Aug 2026 04:10 AM (IST)Updated: Fri, 28 Aug 2026 04:10 AM (IST)
raksha-bandhan-2026-muhurat-live-updates-rakhi-tying-time-bhadra-kaal-puja-vidhi-mantra

Raksha Bandhan 2026 Muhurat Live Updates (રક્ષાબંધનના શુભ મુહૂર્ત 2026): દેશભરમાં આજે 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમના પ્રતીક સમાન આ પર્વમાં રાખડી બાંધવાના શુભ મુહૂર્ત, ભદ્રાકાળ અને પૂજા વિધિ અંગે જાણકારી મેળવવી અત્યંત મહત્વપૂર્ણ છે. આ લેખમાં અમે તમને રક્ષાબંધનના શ્રેષ્ઠ મુહૂર્ત, પવિત્ર મંત્ર અને ગ્રહણની અસરો વિશે વિસ્તૃત અને સચોટ માહિતી આપી રહ્યા છીએ.

રાખડી બાંધવાના શુભ મુહૂર્ત (Raksha Bandhan 2026 Shubh Muhurat)

  • સર્વશ્રેષ્ઠ મુહૂર્ત: સવારે 06:21 થી 09:48 વાગ્યા સુધી
  • બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:50 થી 05:35 વાગ્યા સુધી
  • પ્રાતઃ સંધ્યા: સવારે 05:13 થી 06:21 વાગ્યા સુધી
  • અભિજિત મુહૂર્ત: બપોરે 12:15 થી 01:06 વાગ્યા સુધી
  • વિજય મુહૂર્ત: બપોરે 02:47 થી 03:38 વાગ્યા સુધી
  • ગોધૂલી મુહૂર્ત: સાંજે 07:01 થી 07:24 વાગ્યા સુધી
  • સાયાહ્ન સંધ્યા: સાંજે 07:01 થી 08:09 વાગ્યા સુધી
  • અમૃત કાળ: સાંજે 07:44 થી 09:23 વાગ્યા સુધી

રાખડી બાંધવા માટેના શ્રેષ્ઠ ગુજરાતી ચોઘડિયા મુહૂર્ત (Raksha Bandhan 2026 Gujarati Choghadiya Muhurat)

જેઓ ચોઘડિયા મુજબ શુભ કાર્ય કરવાનું પસંદ કરે છે, તેમના માટે નીચે મુજબનો સમય શ્રેષ્ઠ રહેશે:

  • લાભ ચોઘડિયું: સવારે 07:56 થી 09:31 વાગ્યા સુધી
  • અમૃત ચોઘડિયું: સવારે 09:31 થી 11:06 વાગ્યા સુધી
  • શુભ ચોઘડિયું: બપોરે 12:41 થી 02:16 વાગ્યા સુધી
  • લાભ ચોઘડિયું (રાત્રિ): રાત્રે 09:51 થી 11:16 વાગ્યા સુધી

Raksha Bandhan 2026: ભદ્રાનો પડછાયો નહીં

આ વર્ષે રક્ષાબંધન (Raksha Bandhan 2026) પર સૌથી રાહતની વાત એ છે કે તેના પર ભદ્રાનો કોઈ પડછાયો રહેશે નહીં. પંચાંગ અનુસાર, 27 ઓગસ્ટે પૂર્ણિમા તિથિ શરૂ થતાંની સાથે જ ભદ્રા લાગી જશે, જે રાત્રે 09:29 વાગ્યા સુધી જ રહેશે.

શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટે સવારે 09:08 વાગ્યે શરૂ થશે અને 28 ઓગસ્ટે સવારે 09:48 વાગ્યે પૂર્ણ થશે. સનાતન ધર્મમાં ઉદયા તિથિ (સૂર્યોદયના સમયની તિથિ) નું વિશેષ મહત્વ હોવાથી રક્ષાબંધન 28 ઓગસ્ટે જ મનાવવામાં આવશે.

Raksha Bandhan 2026: રાખડી બાંધવાનો શુભ સમય અને રાહુકાલ

રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો મુખ્ય શુભ સમય સવારે 06:21 થી સવારે 09:48 સુધીનો રહેશે (કુલ સમયગાળો - 03 કલાક 27 મિનિટ). દ્રિક પંચાંગ અનુસાર, 28 ઓગસ્ટે રાહુકાળ સવારે 11:06 વાગ્યાથી બપોરે 12:41 વાગ્યા સુધી રહેશે, જે દરમિયાન કોઈપણ શુભ કાર્ય કે રાખડી બાંધવાનું ટાળવું જોઈએ. સારી વાત એ છે કે રાખડી બાંધવાનો મુખ્ય સમય રાહુકાળ શરૂ થાય તે પહેલા જ (09:48 વાગ્યે) પૂર્ણ થઈ જાય છે, જેથી મુહૂર્ત અને રાહુકાળ વચ્ચે કોઈ ટકરાવ નથી.

આજે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ, જાણો રક્ષાબંધન પર તેની અસર

આજે 28 ઓગસ્ટ 2026 ના રોજ ખગોળ જગતમાં એક અદભુત ઘટના સર્જાશે. આ દિવસે આકાશમાં વર્ષનું બીજું ચંદ્રગ્રહણ અને ઘેરા લાલ રંગનો 'બ્લડ મૂન' જોવા મળશે. આ ગ્રહણ સવારે 06:55 થી બપોરે 12:30 સુધી (કુલ 5 કલાક 35 મિનિટ) ચાલશે.

જોકે, ભારતમાં આ સમયે દિવસ હોવાથી ગ્રહણ દેખાશે નહીં. પરિણામે, તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં અને દેશના તમામ મંદિરો રાબેતા મુજબ ખુલ્લાં રહેશે. સૂતક કાળ ન હોવાથી તહેવાર પર તેની કોઈ નકારાત્મક અસર પડશે નહીં અને બહેનો આખો દિવસ ચિંતામુક્ત થઈને રાખડી બાંધી શકશે.

રાખીની થાળીમાં અવશ્ય કરો આ વસ્તુઓનો સમાવેશ

  • રાખડી
  • રોલી કે કુમકુમ (કંકુ)
  • અક્ષત (ચોખા)
  • દીવો
  • મીઠાઈ
  • દુર્વા
  • મૌલી કે કલાવ (નાડાછડી)
  • નાળિયેર (શ્રીફળ)

રાખડી બાંધવાની સાચી રીત

  • ભાઈને આસન પર બેસાડો: પૂજા માટે એક સ્વચ્છ આસન પાથરી ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસાડો.
  • તિલક કરો: ભાઈના કપાળ પર રોલી/કુમકુમથી તિલક કરી તેના પર અક્ષત (ચોખા) લગાવો.
  • રાખડી બાંધો: ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધી તેના સુખી, દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરો.
  • આરતી અને મીઠાઈ: રાખડી બાંધ્યા બાદ ભાઈની આરતી ઉતારી તેને મીઠાઈ ખવડાવો. ત્યારબાદ ભાઈ પોતાની બહેનને ભેટ આપી પ્રેમ વ્યક્ત કરે છે.

રાખડી બાંધવાની સાચી વિધિ અને પવિત્ર મંત્ર (Raksha Bandhan Vidhi and Mantra)

શાસ્ત્રો અનુસાર રાખડી બાંધતી વખતે મંત્રનું ઉચ્ચારણ કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે. બહેનોએ રાખડી બાંધતી વખતે નીચે આપેલા પવિત્ર મંત્રનો જાપ કરવો જોઈએ: 'येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबल: तेन त्वाम् प्रतिबद्धनामि रक्षे माचल माचल:'

મંત્રનો અર્થ: જે પવિત્ર રક્ષાસૂત્રથી મહાબળશાળી દાનવીર રાજા બલિને બાંધવામાં આવ્યા હતા, તે જ રક્ષાસૂત્રથી હું તને બાંધું છું. હે રક્ષાસૂત્ર! તું હંમેશા સ્થિર રહે અને ક્યારેય તારા માર્ગ પરથી વિચલિત ન થાય.

Raksha Bandhan 2026: રક્ષાબંધન પર રાખડીમાં ત્રણ ગાંઠોનું મહત્વ

રાખડી બાંધતી વખતે બહેનો સામાન્ય રીતે ત્રણ ગાંઠો બાંધે છે. આ ત્રણ ગાંઠો ધાર્મિક અને ભાવનાત્મક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ ધરાવે છે અને તે ત્રિદેવો (બ્રહ્મા, વિષ્ણુ અને શિવ) સાથે સંકળાયેલી છે:

  • પહેલી ગાંઠ: ભગવાન બ્રહ્માને સમર્પિત છે, જે બ્રહ્માંડના સર્જનહાર છે. આ ગાંઠ સારી શરૂઆત અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે.
  • બીજી ગાંઠ: ભગવાન વિષ્ણુના નામે છે, જે પાલનહાર અને રક્ષક છે. તે ભાઈના રક્ષણ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે.
  • ત્રીજી ગાંઠ: મહાદેવ શિવને સમર્પિત છે. તે દુષ્ટ શક્તિઓથી રક્ષણ અને આંતરિક તાકાતનું પ્રતીક છે.

આ ત્રણેય ગાંઠો ભાઈ-બહેનના સંબંધમાં પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના બંધનને વધુ મજબૂત બનાવે છે.

Raksha Bandhan 2026: રક્ષાબંધન પર આ પ્રકારની રાખડીઓ બાંધવાનું ટાળો

શાસ્ત્રો અને વાસ્તુ અનુસાર અમુક પ્રકારની રાખડીઓ બાંધવી અશુભ માનવામાં આવે છે:

  • ફેશન આધારિત રાખડીઓ (જેમ કે બંગડીવાળી કે કાર્ટૂનવાળી પ્લાસ્ટિકની રાખડીઓ)
  • ભગવાનના નામ કે ચિત્રવાળી રાખડીઓ
  • કાળા રંગની રાખડીઓ

Raksha Bandhan 2026: રક્ષાબંધન પર પહેરેલી રાખડી ક્યારે ઉતારવી જોઈએ?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, કાંડા પર બાંધેલું રક્ષાસૂત્ર ભાગ્યમાં વધારો કરે છે. રક્ષાબંધનના દિવસે બાંધેલી રાખડી ઓછામાં ઓછી જન્માષ્ટમીના તહેવાર સુધી બાંધી રાખવી જોઈએ. તમે ઈચ્છો તો જન્માષ્ટમી પછી પણ તેને પહેરી રાખી શકો છો. પરંતુ જ્યારે પણ રાખડી કાઢો, ત્યારે તેને કચરામાં કે ગમે ત્યાં ફેંકવી જોઈએ નહીં. કાઢેલી રાખડીને કોઈ પવિત્ર છોડ કે વૃક્ષ પાસે મૂકવી જોઈએ અથવા તેને વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ.