નવગ્રહ દોષથી છો પરેશાન? શ્રાવણમાં આ ખાસ અભિષેક કરવાથી મળી શકે રાહત, જાણો કયા ગ્રહ માટે શું કરવું

શ્રાવણ 2026માં નવગ્રહ દોષથી મુક્તિ મેળવવા માટે શિવલિંગ પર કયા ખાસ અભિષેક કરવા જોઈએ? જાણો સૂર્ય, ચંદ્ર, મંગળ, શનિ, રાહુ-કેતુ સહિત તમામ ગ્રહોના સરળ ઉપાય.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 30 Jul 2026 04:43 PM (IST)Updated: Thu, 30 Jul 2026 04:43 PM (IST)
navgrah-dosh-upay-sawan-2026-rudrabhishek-remedies-for-all-nine-planets

Navgrah Dosh Upay: શ્રાવણ માસ ભગવાન શિવની ઉપાસના માટે સૌથી પવિત્ર માનવામાં આવે છે. વર્ષ 2026માં શ્રાવણ માસની શરૂઆત 30 જુલાઈથી અને ગુજરાતી કેલેન્ડર મુજબ 13 ઓગસ્ટથી થઈ રહી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં નવગ્રહ દોષ હોય અને તેના કારણે જીવનમાં મુશ્કેલીઓ, આર્થિક તકલીફો, માનસિક તણાવ અથવા આરોગ્ય સંબંધિત સમસ્યાઓ આવી રહી હોય, તો શ્રાવણ દરમિયાન ભગવાન શિવની આરાધના કરવાથી લાભ મળી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભગવાન શિવને નવગ્રહોના સ્વામી માનવામાં આવે છે. તેથી શ્રાવણમાં નિયમિત જળાભિષેક અથવા રુદ્રાભિષેક કરવાથી ગ્રહોના અશુભ પ્રભાવને શાંત કરવામાં મદદ મળે છે. ખાસ કરીને અભિષેકના જળમાં કેટલીક વિશેષ વસ્તુઓ ઉમેરીને પૂજા કરવાથી અલગ-અલગ ગ્રહ દોષને ઘટાડવાનો ઉપાય માનવામાં આવે છે.

શ્રાવણમાં નવગ્રહ દોષ દૂર કરવા માટેના ઉપાય

સૂર્ય દોષ

જો સૂર્ય ગ્રહના અશુભ પ્રભાવથી આરોગ્ય સમસ્યાઓ અથવા માન-સન્માનમાં ઘટાડો અનુભવાતો હોય, તો આંકડાના (મદાર) પાનને પીસીને ગંગાજળ અથવા શુદ્ધ જળમાં ભેળવીને શિવલિંગનો અભિષેક કરવો શુભ માનવામાં આવે છે.

ચંદ્ર દોષ

માનસિક તણાવ, ચિંતા અથવા ચંદ્ર સંબંધિત દોષોને શાંત કરવા માટે કાળા તલને પીસીને જળમાં ભેળવો અને તેનાથી ભગવાન શિવનો અભિષેક કરો.

મંગળ દોષ

મંગળ દોષના કારણે લગ્ન, કારકિર્દી અથવા જીવનમાં અવરોધો આવી રહ્યા હોય તો ગિલોય (અમૃતા)ના રસને જળમાં ભેળવીને અભિષેક કરવાથી લાભ મળે છે એવી માન્યતા છે.

બુધ દોષ

બુદ્ધિ, વાણી, શિક્ષણ અથવા કારકિર્દીમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો વિધારા ના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો શુભ માનવામાં આવે છે.

ગુરુ દોષ

ગુરુ ગ્રહને મજબૂત બનાવવા માટે ગાયના દૂધમાં હળદર ભેળવીને શિવલિંગ પર અર્પણ કરો. આ ઉપાય શુભ ફળ અને સકારાત્મકતા લાવે છે એવી માન્યતા છે.

શુક્ર દોષ

દાંપત્ય જીવન, સંતાન સુખ અથવા ભૌતિક સુખ-સુવિધાઓમાં અછત અનુભવાતી હોય તો ગાયના દૂધમાંથી બનેલી છાશથી ભગવાન ભોળેનાથનો અભિષેક કરવો લાભદાયક માનવામાં આવે છે.

શનિ દોષ

શનિના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે શમીના પાનને પીસીને જળમાં ભેળવો અને તેનાથી શિવલિંગનો અભિષેક કરો.

રાહુ દોષ

રાહુના કારણે વારંવાર અવરોધો, ગૂંચવણો અથવા આરોગ્ય સમસ્યાઓ આવી રહી હોય તો દુર્વાને જળમાં ભેળવીને ભગવાન શિવને અર્પણ કરો.

કેતુ દોષ

કેતુના અશુભ પ્રભાવને દૂર કરવા માટે કુશના મૂળને પીસીને ગંગાજળમાં ભેળવો અને તેનાથી શિવલિંગનો અભિષેક કરો.

શ્રાવણમાં શિવ ઉપાસનાનું મહત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધા અને વિધિ-વિધાનથી કરવામાં આવેલા જળાભિષેક અને રુદ્રાભિષેક ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરાવવામાં મદદરૂપ બને છે. સાથે જ જીવનમાં આવતી વિવિધ મુશ્કેલીઓ, ગ્રહ દોષ અને નકારાત્મક પ્રભાવોને ઘટાડવામાં પણ આ ઉપાયો લાભદાયક માનવામાં આવે છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.